વેસ્ટ ઇન્ડીઝના ૩૧૨ સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૧૭૨ રન

બાર્બાડોસઃ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના ગઈ કાલે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે પાકિસ્તાને તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૧૭૨ રન બનાવી લીધા હતા. ગઈ કાલે રમત બંધ રહી ત્યારે અઝહરઅલી ૮૧ રન અને કેપ્ટન મિસબાહ ઉલ હક સાત રને અણનમ રહ્યા હતા. અગાઉ વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ દાવ ૩૧૨ રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાન તરફથી મહંમદ અબ્બાસે ચાર, મહંમદ આમિરે ત્રણ અને યાસિર શાહે બે વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનના દાવની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનિંગ બેટ્સમેન અઝહરઅલી અને અહેમદ શહઝાદે જોરદાર બેટિંગ કરીને પહેલી વિકેટની ભાગીદારીમાં ૧૫૫ રન ઉમેર્યા હતા. જોકે ત્યાર બાદ માત્ર છ રનના ઉમેરામાં પાકિસ્તાનની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી જતાં પાક. મુશ્કેલીમાં મુકાયું હતું, પરંતુ ત્યાર બાદ અઝહરઅલી અને કેપ્ટન મિસ્બાહે ધૈર્યપૂર્વકની બેટિંગ કરતાં બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં વિન્ડીઝને વધુ સફળતા મળી નહોતી.

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવઃ
બ્રાથવેઇટ કો. સરફરાઝ બો. આમિર ૦૯
પોવેલ એલબી બો. આમિર ૩૮
હેટમાયર કો. અઝહર બો. અબ્બાસ ૦૧
હોપ કો. સરફરાઝ બો. યાસિર ૦૫
ચેસ કો. યુનુસ બો. આમિર ૧૩૧
વી. એ. સિંઘ કો. યુનુસ બો. અબ્બાસ ૦૩
ડાવરિચ કો. યુનુસ બો. શાદાબ ૨૯
હોલ્ડર કો. સરફરાઝ બો. અબ્બાસ ૫૮
બિશુ કો. યાસિર બો. અબ્બાસ ૧૪
જોસેફ બો. યાસિર ૦૮
ગેબ્રિયલ અણનમ ૦૦
વધારાના ૧૬
કુલ (ઓલઆઉટ ૩૧૨
પાકિસ્તાન પ્રથમ દાવઃ
અઝહરઅલી અણનમ ૮૧
શહેઝાદ કો. હોપ બો. બિશુ ૭૦
બાબર કો એન્ડ બો. ગેબ્રિયલ ૦૦
યુનુસખાન ૦૦
મિસબાહ અણનમ ૦૭
વધારાના ૧૪
કુલ ત્રણ વિકેટે ૧૭૨
http://sambhaavnews.com/

You might also like