વિન્ડીઝના ક્રેગ બ્રાથવેઇટની બોલિંગ ઍકશન શંકાસ્પદ જણાઈ

બર્મિંગહામ: વિન્ડીઝના ક્રેગ બ્રાથવેઇટ સામે અહીં પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન શંકાસ્પદ બૉલિંગ એકશન માટે ફરિયાદ કરવામાં આવી હતી. પાર્ટટાઇમ ઑફ-સ્પિન બૉલિંગ કરતા બ્રાથવેઇટે ત્રણ દિવસમાં પૂરી થયેલી ડે નાઇટ ટેસ્ટમાં છ ઓવર બોલિંગ કરી હતી. અમ્પાયરોએ પોતાનો અહેવાલ વિન્ડીઝ ટીમના અધિકારીઓને સુપરત કર્યો હતો, જેમાં ૨૪ વર્ષના બ્રાથવેઇટની બૉલિંગ એકશનની કાયદેસરતા બાબતમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી એમ આઇસીસીએ જણાવ્યું હતું.

જોકે બ્રાથવેઇટ ત્રણ ટેસ્ટની વર્તમાન શ્રેણીમાં શુક્રવારથી હેડિંગ્લે ખાતે રમાનાર બીજી મેચમાં બૉલિંગ કરી શકશે. બ્રાથવેઇટે તેની ૩૮ ટેસ્ટની કરિયરમાં કુલ ૧૨ વિકેટ લીધી છે, જેમાંની અડધા ભાગની સફળતા તેણે ઑક્ટોબર ૨૦૧૫માં શ્રીલંકા સામે કોલંબો ખાતેની ટેસ્ટમાં ૨૯ રનમાં છ વિકેટ લેવા સાથે એક જ સમયે પ્રાપ્ત કરી હતી.

You might also like