IPLએ વિન્ડીઝ ટીમને મજબૂત બનાવી

કોલકાતાઃ કહે છે કે ‘ઘર કા ભેદી લંકા ઢાયે’. ટી-૨૦ વિશ્વકપમાં કેરેબિયન ક્રિકેટર ટીમ ઇન્ડિયાના માટે આવા જ સાબિત થયા. આકડા અને ઇતિહાસ તો આ જ બતાવે છે. ભારત ઉપરાંત આઇપીએલમાં સૌથી વધુ ક્રિકેટર વેસ્ટ ઇન્ડીઝના રમે છે અને એ જ કારણ છે કે તેઓ અહીંની પરિસ્થિતિ અને ભારતીય ક્રિકેટરોથી સારી રીતે પરિચિત છે. આની અસર તેઓની રમતમાં પણ જોવા મળી અને ટી-૨૦ વર્લ્ડકપ જીતી લીધો. આ આઇપીએલની જ અસર છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટેસ્ટમાં આઠમા અને વન ડે રેન્કિંગમાં નવમા નંબરે છે અને ટી-૨૦ના રેન્કિંગમાં તેઓ બીજા નંબર પર છે.

ક્રિસ ગેલ હોય કે લેન્ડલ સિમન્સ, ડ્વેન બ્રાવો હોય કે આન્દ્રે રસેલ, આ બધા આઇપીએલના મહારથી છે. ભારત વિરુદ્ધ સેમિફાઇનલમાં અને ગઈ કાલની ફાઇનલમાં પણ આની અસર જોવા મળી. આ જ કારણ કે વેસ્ટ ઇન્ડીઝને ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ વધુ માફક આવે છે. આ પરિસ્થિતિ ત્યારથી છે, જ્યારે ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ, ડ્વેન સ્મિથ, સુનીલ નરૈન જેવા આઇપીએલના સ્ટાર ખેલાડી વિન્ડીઝની ટીમમાં ન હોવા છતાં અન્ય ખેલાડીઓના પ્રદર્શનથી વિન્ડીઝની ટીમ વિજેતા બની.

You might also like