આ ક્રિકેટરે 650 કરતા પણ વધારે મહિલાઓ સાથે વિતાવી છે રાતો

જમૈકા : વેસ્ટ ઇન્ડિઝનાં પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટે પોતાની આવનારી ઓટોબાયોગ્રાફીમાં ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. આ પુસ્તકમાં ટીનાએ પોતાને મેઇલ સેક્સ સ્લેવ ગણાવ્યો હતો. ટીનાનો દાવો છે કે તેણે 650 જેટલી મહિલાઓ સાથે સેક્સ કર્યું છે. ટીનોની આત્મકથાનું નામ માઇન્ડ ધ વિંડોઝ માય સ્ટોરી (Mind the Windows: My Story) રાખ્યું છે. આ આત્મકથા 28 એપ્રીલે બજારમાં વેચાણાર્થે મુકવામાં આવશે.

આ પુસ્તકનાં કેટલાક અંશો સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયા હતા. જેમાં લખાયું છે કે હું યુવતીઓને પ્રેમ કરૂ છું યુવતીઓ મને પ્રેમ કરે છે. મને લાગે છે કે હું વિશ્વનો સૌથી સુંદર વાળ વગરનો પુરૂષ છું. ઘણા લોકો મને બ્લેક બ્રેડપીટ તરીકે પણ ઓળખે છે. તેનો દાવો છે કે હું જ્યાં પણ ક્રિકેટ રમવા માટે ગયો ત્યાં યુવતીઓ સાથે ડેટ કર્યું અને ત્યાર બાદ રાત પણ પસાર કરી. આ પુસ્તકમાં તેણે પોતાનાં પ્રથમ પ્રેમ મિલા અંગે પણ ખુલાસો કર્યો છે.

બેસ્ટનાં મને મેલિસા સાથે સંબંધોનો વિચ્છેદ થયા બાદ તેનાં દુખમાં તે પ્લેબોય બની ગયો હતો. મારો અંદાજ છે કે વિશ્વની 650થી પણ વધારે યુવતીઓ સાથે મે સેક્સ માણ્યું છે. ઉપરાંત પુસ્તકનું નામ રાખવા પાછળનું કારણ પણ રોચક છે. 2004માં જ્યારે વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે ફ્લિન્ટોફે બેસ્ટને માઇન્ડ વિંડોઝ કહ્યો હતો. સૌથી મહત્વની વાત છે કે ફ્લિન્ટોફે જ આ ઓટોબાયોગ્રાફીની પ્રસ્તાવના લખી છે. ટીનો બેસ્ટે 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. બેસ્ટ 25 ટેસ્ટ 57 વિકેટ ઝડપી છે. તો 26વનડેમાં 34, અને 6 ટી20માં 6 વિકેટ ઝડપી છે.

You might also like