ટ્રકની ટકકરથી સાઈકલ ચાલકનું મોતઃ ટોળાંએ ર૦ ટ્રકને આગ ચાંપી

મિદનાપુર: પ.બંગાળના મિદનાપુરમાં એક રોડ અકસ્માતમાં ટ્કની ટકકરથી સાઈકલ ચાલકનું મોત થતાં રોષે ભરાયેલા લોકોએ 20 ટ્રકમાં આગ લગાવી દીધી હતી. તેના કારણે આ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.

ઝાડગામ-મિદનાપુર રોડ પરથી પસાર થઈ રહેલી રેતી ભરેલી એક ટ્રકના ચાલકે સાઈકલ ચાલકને હડફેટે લેતાં તેનું મોત થયા બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ રોડ પરથી પસાર થતી અન્ય ટ્રકોને અટકાવી તેને આગ લગાવી દીધી હતી. જેમાં 20 જેટલી ટ્રકને આગચંપી કરી હતી. આ ઘટના બાદ આસપાસના અન્ય ગામના લોકો પણ ઘટનાસ્થળે આવી ગયા હતા. અને રોડ પર ટ્રાફિક જામ કરી દેતાં અનેક વાહનચાલકો ફસાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ભીડને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં મૃતક સાઈકલ ચાલકની ઓળખ થઈ શકી નથી. જોકે હાલ આ ઘટના અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like