PM મોદીની રેલીમાં પંડાલ તૂટતાં 22 ઘાયલ, વડાપ્રધાને પૂછ્યાં ખબર અંતર

પશ્ચિમ બંગાળઃ મિદનાપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી દરમ્યાન એક દુર્ઘટના ઘટી હતી. જેમાં પીએમનાં ભાષણ દરમ્યાન જ પંડાલનો એક ભાગ તૂટી જતાં આ ઘટનામાં 22 લોકો ઘાયલ થયાં છે. આ ઘાયલમાં 14 મહિલાઓ શામેલ છે. પોલીસનાં જણાવ્યા અનુસાર ઘાયલોમાં ઓછામાં ઓછા 2 લોકોની હાલત ગંભીર છે.

બીજી બાજુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, આ દુર્ઘટનામાં 24 લોકો ઘાયલ થયાં છે. ભાષણ સમાપ્ત કર્યા બાદ પ્રધાનમંત્રી મિદનાપુરની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલ સમર્થકોની હાલત જાણવા માટે પહોંચ્યાં.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, રેલી સ્થળ પર બનેલ મુખ્ય પ્રવેશદ્રારની પાસે પંડાલને લોકોને વરસાદથી બચવા માટે બનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. મમતાએ ટ્વિટ કરતા લખ્યું કે,”અમે મિદનાપુરની રેલીમાં દરેક ઘાયલોનાં સ્વસ્થ થઇ જવાની પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર તેઓને દરેક પ્રકારની સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવશે.”

તમને જણાવી દઇએ કે રેલીમાં ભાષણ પહેલાં પીએમ મોદી ભીડને દીવાલ પરથી નીચે ઉતરવા માટેની ભલામણ કરતા નજરે ચડ્યાં છે. પરંતુ કોઇએ તે વાતને ધ્યાન પર ના લીધી. આ દરમ્યાન તેઓએ પોતાનાં ભાષણને થોડીક ક્ષણો માટે રોકી પણ દીધું હતું.

રેલી દરમ્યાન પંડાલની અંદર ભાજપનાં અનેક ઉત્સાહી સમર્થકોની ભીડ પણ જોવાં મળી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, સ્થાનીય ભાજપ એકમની સાથે-સાથે મોદીનાં નજીકનાં કર્મચારી, તેઓનાં ડૉક્ટર અને એસપીજી કર્મીઓ ઘાયલ લોકોની મદદ માટે દોડી આવ્યાં હતાં.

તમને વધુમાં જણાવી દઇએ કે, સોમવારનાં રોજ આજનાં દિવસે પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત દરમ્યાન મિદનાપુરમાં ખેડૂતોની રેલી સંબોધિત કરતા પીએમએ રાજ્યની મમતા સરકાર પર આકર્યા પ્રહાર કર્યા હતાં.

You might also like