શેરબજારમાં શુભ મુહૂર્તના સોદામાં મજબૂતાઇ સાથે ટ્રેડિંગનો પ્રારંભ

મુંબઇ શેરબજાર ખાતે વિક્રમ સંવત 2072ના વર્ષ માટે મુહર્તના સોદાનો પ્રારંભ 192 પોઇન્ટના સંગીન સુધારા સાથે થયો હતો. જેમાં સેન્સેક્સ ઇન્ટ્રા-ટ્રેડમાં 202 પોઇન્ટના ઉછાળા સાથે 25945ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 7800 પોઇન્ટની સપાટી ક્રોસ કરવાસાથે 7838.80 પોઇન્ટના મથાળે સુધારા સાથે ખુલી વધી 7847.95 પોઇન્ટે પહોંચી હતી. અંતમાં સેન્સેક્સ 124 પોઇન્ટના સુધારા સાથે 25867 પોઇન્ટ પર બંધ રહ્ય હતો જ્યારે નિફ્ટી 42 પોઇન્ટના સુધારા સાથે 7825 પોઇન્ટ પર બંધ રહી હતી.

You might also like