બાય બાય ર૦૧પઃ વેલકમ ર૦૧૬

ઓકલેન્ડ,સિડની,ટોકિયો: સમગ્ર વિશ્વમાં ન્યૂઝિલેન્ડે સૌ પ્રથમ નવા વર્ષ ૨૦૧૬ને ભારે ઉમંગ અને ઉત્સાહથી વધાવ્યું હતું. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા,જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયાના નાના નાના ભાગોમાં વર્ષ ૨૦૧૫ને વિદાય આપવામાં આવી હતી અને આતંકના ઓછાયા વચ્ચે નવા વર્ષ ૨૦૧૬ને ભારે ઉત્સાહ સાથે વધાવવામાં આવ્યું હતું.

ન્યૂઝિલેન્ડમાં ઓકલેન્ડના સ્કાય ટાવર પર લેસર શો ઓકલેન્ડમાં ભવ્ય આતશબાજી અને ડાન્સ પાર્ટીઓનું આયોજન થયું હતું. તેમાં તમામ વયના લોકોએ ભાગ લીધો હતો. ઓકલેન્ડમાં સ્કાય ટાવર પર લેસર શો અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર આવી ગયા હતા અને કારના હોર્ન વગાડીને તથા ડાન્સ કરીને લોકોએ નવા વર્ષને વધાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૨૦૧૬ને આવકારવા માટે શહેરના હાર્દસમો હાર્બર બ્રિજ મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. હાર્બર બ્રિજ પર ભવ્ય અને રંગ બેરંગી રોશની સાથે આતશબાજી કરવામાં આવી હતી.ત્યાં આ વર્ષની થીમ ‘સીટી ઓફ કલર’ રાખવામાં આવી હતી. લોકોએ ૨૦ મિનિટ સુધી ચાલેલી આતશબાજી નિહાળી હતી. લગભગ દસ લાખ લોકો નવા વર્ષને આવકારવા હાર્બર બ્રિજ,ઓપેરા હાઉસ અને સરક્યુલર ક્વે પર એકઠા થયા હતા.

જાપાનમાં ટોકિયોના ટોકિયો ટાવર ખાતે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને બરાબર ૧૨ના ટકોરે આકાશમાં ફુગ્ગા છોડીને નવા વર્ષને વધાવ્યું હતું. યુરોપના અન્ય દેશોમાં પણ આતશબાજી દ્રારા ઉજવણી કરવામાં આવી હતી.
દુબઈમાં પણ ભવ્ય આતશબાજી અને અન્ય કાર્યક્રમો દ્રારા નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫ને પરંપરાગતરીતે આજે વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે વર્ષ ૨૦૧૬ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૃ થઈ ગયો હતો. આ જશ્ન આગામી બે દિવસ સુધી ચાલુ રહે તેવી સંભાવાના છે. સમગ્ર વિશ્વના દેશો જશ્નમાં ડુબી ચૂક્યા હતા. સાંજ પડતાની સાથે જ કાર્યક્રમો વર્ષ ૨૦૧૫ને વિદાય આપવા અને ૨૦૧૬ને આવકારવા કાર્યક્રમો શરૂ થયા હતા જે હવે આગામી એક-બે દિવસ સુધી યથાવત રીતે ચાલુ જ રહેશે.

વર્ષ ૨૦૧૫ને વિદાય આપવા અને વર્ષ ૨૦૧૬નું સ્વાગત કરવા માટે વિશ્વના દેશો સંપૂર્ણપણે તૈયાર થયા હતા. જુદાજુદા દેશોમાં પાર્ટીઓનો દોર નવા વર્ષની શરૃઆત થાય તે પહેલાં જ શરૃ થયો હતો. પરંપરાગત રીતે ઘણા દેશોમાં નવા વર્ષનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષને આવકારવા મોટા દેશોમાં ઘણા દિવસ પહેલાંથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.નવા વર્ષને આવકારવામાં લોકો વ્યસ્ત દેખાયા હતા. ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, પર્થમાં ભવ્ય આતશબાજીના નજારા જોવા મળ્યા હતા. ૨૦૧૫માં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓને ભુલી જઈને વિશ્વના લોકો ૨૦૧૫ની આવનારી ખુશીને લઈને આશાસ્પદ દેખાયા હતા.

વર્તમાન સમયમાં વિશ્વની સ્થિતિ એવી બની છે જેમાં ઘરની દરેક વ્યક્તિ નોકરી કરતી થઈ છે. મોંઘવારી સતત વધી રહી છે. આવામાં પરિવારની એક વ્યક્તિ નોકરી કરે તેનાથી ઘરને વ્યવસ્થિત ચલાવવું વ્યવસ્થિત નથી જેથી પરિવારના ઘણા લોકો નોકરી કરતા થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રસંગની ઉજવણી સારી રીતે થાય તે સ્વાભાવિક છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો દોર શરૃ થઈ ગયો છે જે હવે આગામી બે ત્રણ દિવસ સુધી જારી રહેશે. શાનદાર આતશબાજીનો નજારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં ૨૦૧૬ને આવકારવા માટે તૈયારી થઈ ચુકી છે. પાર્ટીઓના દોર શરૂ થઈ ચુક્યા છે. યુરોપના દેશોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ન્યૂયોર્ક શહેરમાં લાખો લોકો ટાઈમ્સ સ્કવેર ખાતે પરંપરાગત મીડ નાઈટ બોલ ડ્રોપને જોવા માટે ઉપસ્થિત થયા હતા. ૨૦૧૬ને વધાવવા માટે ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ ખાતે મોટા પ્રમાણમાં ફટાકડાઓ ફોડીને સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ દબદબાભેર કરવામાં આવનાર છે. ઓસ્ટ્રેલિયાથી શરૃ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઇને અમેરિકા ખાતે પૂર્ણ થશે. જાપાનમાં મધ્ય રાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. તાઇપેઇ અને તાઇવાનમાં પણ મધ્યરાત્રે ફટાકડાઓ ફોડીને નવા વર્ષના આગમનને વધાવવા લોકો સજ્જ છે. ડાન્સરો લોકોના દિલ મનમોહક ડાન્સ કરીને જીતી લીધા હતા.

જાપાનમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટાભાગે લોકો પરિવાર સાથે ઘરે રહેતાં હોય છે. જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલા ૬૦૦ વર્ષ જૂના બૌદ્ધ મંદિર ખાતે હજારો લોકોએ ફુગ્ગાઓ છોડીને નવા વર્ષના આગમનને વધાવી લીધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષની પાર્ટીઓને લઈને આ વખતે વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૫માં કેટલાક એવા બનાવ બન્યા હતા જેને લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

You might also like