OMG..! આ દેશમાં મરવા પર છે પાબંધી,અને જો બને આવી ઘટના તો….

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના મૃત્યુ બાદ તેની અંતિમક્રિયા ત્યાંજ કરવામાં આવે જ્યાં તનો જન્મ થયો હોય, મોટા ભાગે એવું થતુ પણ હોય છે પરંતુ શું તમને ખબર છે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકોનાં મરવા પર જ પાબંધી છે, આ વાત તમને જેટલી વાંચવામાં અજીબ લાગે છે તેના પાછળનું કારણ એટલુંજ હેરાન કરનારુ છે.

નોર્વે દેશના એક કસ્બામાં આ પ્રથા છે, આ કસ્બો નોર્વેના દ્વીપ સ્વાલવર્ડની રાજધાની લોન્ગઈયરબેન છે. એક અહેવાલ પ્રમાણે કસ્બામા 1950માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી કસ્બામાં મરવુ તે કાયદા વિરુદ્ધ છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આવો વિચિત્ર કાયદો અહીં કેમ લાગુ કરવામાં આવ્યો. હકીકતમાં, નોર્વેમાં તાપમાન ઘણું ઓછુ રહે છે. નિધન બાદ જ્યારે કોઈની લાશને દફનાવામાં આવે છે તો તે ઘણા વર્ષો સુદી તેવી જ રહે છે એટલે કે માટીમાં સમ્મિલિત નથી થતી.

એવામાં જો કોઈ વ્યક્તિનું મોત બીમારીના કારણે થાય છે તો મૃતદેહના માટીમાં ન ભળવાથી ત્યા બીમારી ફેલવાનું જોખમ વધી જાય છે. કહેવામાં આવે છે કે આ કસ્બામાં વર્ષ 1918માં સ્પેનિશ ફ્લુ ના કારણે લોકોના મોત નિપજ્યા હતા અને લોખો લોકોની કબરો બની ગઈ હતી.

આ કારણથી જો કોઈ વ્યક્તિની તબિયત વધારે ખરાબ થાય છે અને એવું લાગે છે કે તે નહિ બચી શકે તો તેને કોઈ બીજા સ્થળ પર મોકલી આપવામાં આવે છે. આ કસ્બામાં અત્યાર સુધી કોઈ હોસ્પીટલ પણ નથી જેના કારણે મહિલાઓને પણ પોતાની ડિલિવરી માટે બજા સ્થાન પર જવું પડે છે.

You might also like