કંઇક આવા જ છે કેનેડાના અજીબો ગરીબ નિયમ!

કેનેડા ખૂબસુંદર દેશ છે. અહીંની સરકારે લોકોને ઘણી સુવિધાઓ આપી છે. પરંતુ આ સાથે જ દેશના કાનૂન ઘણા અજીબ છે. જો તમે પણ કેનેડા જવાના હોઉ અને તમને ત્યાંના કાનૂન માટે ખબર હોય નહીં તો બની શકે છે તમે કોઇ મુસીબતમાં પડી જાવ. ચલો તો જાણીએ અહીંના કાનૂન માટે…

1. નોવા સ્કોટિયાના હેલીફેક્સમાં ટેક્સી ડ્રાઇવરને ટી શર્ટ પહેરવાની મનાઇ છે. કામ દરમિયાન તેમણે મિલિટ્રી જેવું જેકેટ પહેરવું પડે છે.

2. કેનેડાના ઓશાવામાં ઝાડ પર ચઢવું મનાઇ છે. અહીંના ઝાડ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી છે અને કોઇ પણ લોકો આવી પ્રોપર્ટીને નુક્સાન પહોંચાડી શકે નહીં.

3. કેનેડાના ફ્રેડરિક્ટનમાં પબ્લિક પ્લેસ પર સાપ લઇ જવો ગેરકાયદે છે. કાયદાને તોડવા પર જેલમાં પણ જવું પડે છે.

4. ઓંટારિયામાં કોઇ પણ પ્રકારના હોર્ન વગાડવા પર પ્રતિબંધ છે જો કે આવું સાયકલ માટે છે.

5. ટોરેન્ટોમાં કોઇ પણ પબ્લિક પાર્કમાં ગાળો બોલવા પર જેલની હવા ખાવી પડે છે.

6. વિન્ડસોર ઓંટારિઓમાં પાર્કોમાં ક્યો તો કોઇ બીજી પબ્લિક પ્લેસ પર ગીત ગાવા અથવા મ્યૂઝિકલ ઇન્સ્ટ્યૂમેન્ટ વગાડવા પર પ્રતિબંધ છે.

7. કેનેડામાં ઉંદરને પાળવા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. અહીંયા ઉંદરોનો વેપાર કરવા માટે કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે.

You might also like