વજન ઘટાડવા ઈચ્છતા લોકો સફેદ ભાતના બદલે બ્રાઉન રાઈસ ખાય તો સારું

એવી માન્યતા છે કે ડાયેટિંગ કરવું હોય તો ચોખા ખાવાનું બંધ કરવું જોઈએ, પરંતુ સફેદ ચોખાના બદલે બ્રાઉન રાઈસ ખાશો તો પણ વજન ઉતારવામાં મદદ થઈ શકે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે રિફાઈન્ડ અને પોલિસ્ડ સફેદ ચોખાના બદલે એટલી જ માત્રામાં બ્રાઉન રાઈસ ખાશો તો ૩૦ મિનિટના વોક જેટલો ફાયદો થશે. રિફાઈન્ડ કરેલા ધાન્યના બદલે હોલગ્રેઈન્સ વાપરવામાં અાવે તો ડાયટમાં કેલેરીનો ઘટાડો થાય છે. એટલું જ નહીં મેટાબોલિઝમ પણ ઝડપી બને છે. હોલગ્રેઈન ખાનારા લોકોના રોજિંદા ડાયટમાં જરૂરી ફાઈબરનો સમાવેશ સરળતાથી થાય છે.
http://sambhaavnews.com/

You might also like