વજન ઘટાડવા પ્રોટીન રિચ ડાયટ કરતા હો તો ફ્રૂટ જ્યૂસથી દૂર રહેજો

અાજકાલ પ્રોટીનયુક્ત ખોરાક લઈને વજન ઘટાડવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હાઈ પ્રોટીન ડાયટ લઈને ઝડપથી વજન ઉતારી શકાય છે, એટલું જ નહીં તેનાથી મશલ્સ અને હાડકાં મજબૂત થતાં હોવાનો દાવો પણ થયો છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે હાઈ પ્રોટીન ડાયટ લેતા હો તો સુગરવાળી ગળી વસ્તુઓ લેવાનું જોખમી છે. જ્યારે તમે ભોજનમાં હાઈપ્રોટીન ડાયટનો સમાવેશ કરો ત્યારે સુગરવાળા પીણા ન લેવા. અા પીણા કુદરતી ફળોનો રસ હોય તો પણ ન ચાલે. ફ્રૂટ જ્યૂસમાં ફાઈબર સાવ ઓછું અને સુગરનું ભાગ વધુ હોય છે. પ્રોટીન અને ફળોના રસનું કોમ્બિનેશન લેવાથી અનહેલ્ધી જંકફૂડ ખાવાનું ક્રેવિંગ વધે છે.
http://sambhaavnews.com/

You might also like