વજન ઘટાડવું હોય તો ઠંડીમાં સ્વેટર ન પહેરતા

વજન ઉતારવા માટે અાજકાલ જાતજાતના પ્રયોગો કરતાં હોય છે. અા લોકો માટે એક નવી વાત સામે અાવી છે. સ્વિઝર્લેન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે શરીરને સહ્ય હોય તેવી ઠંડીમાં રાખવાથી વજન ઘટે છે. શિયાળાને હેલ્થ બનાવવાની સિઝન પણ કહેવાય છે. જો અા મહિનામાં લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ તો વજનનો કાંટો નીચે ઉતરી શકે છે.

રિસર્ચરો કહે છે કે ઠંડા વાતાવરણમાં શરીરને રાખવાથી બોડીમાં સારી ફેટનું પ્રમાણ વધે છે. જે જમા થયેલી ચરબીને બાળવામાં મદદ કરે છે. ઠંડકવાળા વાતાવરણમાં રહેવું તે શરીર માટે એક કસરત છે. બહારના તાપમાન સાથે શરીરના અાંતરિક તાપમાનને જાળવી રાખવા શરીરમાં વધુ ગરમી પેદા કરવી પડે છે. જે ચરબીના બળવાથી મળે છે.

ઠંડીના કારણે પેટમાં રહેલા બેક્ટેરિયામાં પણ બદલાવ અાવે છે. જ્યારે સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે ખોરાકનું એનર્જિમાં રૂપાંતર થવાની ક્રિયા ઝડપી બને છે અને નવી ચરબી બનવાનું ઘટે છે.

You might also like