વજન ઉતારવામાં મદદરૂપ બનશે જાદુઈ થ્રીડી અરીસો

અમેરિકાની નેકેડ લેબ નામની એક કંપનીએ જાદુઈ અરિસો તૈયાર કર્યો છે. તેની સામે ઊભા રહેવાથી તે તમારા શરીરને થ્રીડી ડાયમેન્શનમાં બતાવશે. તમારા શરીરની પહોળાઈ અને જાડાઈ પણ તેમાં પકડાશે. તેમાં ૩ ફિટનેસ ટ્રેકર છે જે જુદા જુદા એન્ગલથી શરીરને અાખું સ્કેન કરી લે છે. તેમાં ઈન્ટેલ પ્રોસેસર સાથેનું અાધુનિક મશીન છે. કસરત કરીને અાવ્યા બાદ તેની સામે ઊભા રહેશો એટલે શરીરના કયા ભાગમાંથી કેટલી ચરબી ઘટી છે તેનું સ્પષ્ટ ચિતરણ તેમાં સ્કેન થઈને મળશે.

You might also like