ડિલિવરી બાદ વધેલું વજન એક વર્ષ સુધી જ ઊતરી શકે છે

પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ સ્ત્રીનું વજન ૧૫થી ૨૦ કિલો જેટલું વધી જતું હોય છે ડિલિવરી બાદ પોતાનું અગાઉનું વજન પાછું લાવવામાં ક્યારેક તકલીફ પણ પડે છે. દસ કિલો વજન ઓટોમેટિક ઉતરી જાય છે પરંતુ બાકીનું દસ કિલો વજન ઉતારવા માટે મહેનત કરવી પડે છે.

જો ડિલિવરી પછીના પહેલાં જ વર્ષમાં માતા કસરત અને ડાયટિંગ કરે તો પહેલાં જેવું ફિગર પાછું મેળવવું શક્ય બને છે. જો પહેલા વર્ષમાં સ્ત્રી કાળજી ન રાખે તો તેના પેટ પર ચઢેલી ચરબી ઉતારવામાં તકલીફ પડે છે. જો તે વજન ન ઉતરે તો અાગળ જતાં કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, બ્લ્ડ શુગર જેવા રિસ્ક વધી જાય છે.

You might also like