સપ્તાહનાં વ્રતવિધાન

તા.૦૭-૦૩-૨૦૧૬, સોમવાર મહા વદ તેરશ ઃ મહાશિવરાત્રિ. મહાનિશિથકાળ ૨૪.૨૬થી ૨૫.૧૪. પંચક પ્રા.૧૪થી શુક્રનો કુંભમાં પ્રવેશ ૨૧-૦૬. નક્ષત્ર ઃ ઘનિષ્ઠા. આજે બપોરના ૧૪-૫૦ સુધી જન્મેલાંની રાશિઃ મકર. તે પછી કુંભ. મહાશિવરાત્રિઃ દર મહિનાની વદ તેરશે શિવરાત્રિ હોય છે. જે માસિક શિવરાત્રિ કહેવાય છે. મહા માસની વદ તેરશે આવતી શિવરાત્રિને મહા શિવરાત્રિ કહેવાય છે. આજના દિવસે શિવજીની ચારેય પ્રહરમાં પૂજન અર્ચન કરી ભક્તો ધન્ય બની જાય છે.
તા.૦૮-૦૩-૨૦૧૬, મંગળવાર મહા વદ ચૌદશઃ દર્શ અમાસ. દ્વાપરયુગાદિ અન્વાધાન. પંચક મૃત્યુયોગ સૂર્યોદયથી ૨૩.૩૫ સુધી. નક્ષત્ર ઃ શતતારા. આજે જન્મેલાંની રાશિઃ કુંભ
તા.૦૯-૦૩-૨૦૧૬, બુધવાર મહા વદ અમાસ ઃ પ્રતિપદા. એકમનો ક્ષય. પંચક. રાજયોગ રાતના ૨૮-૦૦થી સૂર્યોદય. કુમારયોગ ૦૭-૨૪થી ૨૧.૦૧ ખગ્રાસ સૂર્યગ્રહણ. ભારતમાં દેખાશે. પયોવ્રત પ્રારંભ.
તા.૧૦-૦૩-૨૦૧૬, ગુરુવાર ફાગણ સુદ બીજ ઃ ચંદ્ર દર્શન મુ.૩૦ સામ્યાર્ધ શ્રીરામકૃષ્ણ પરમહંસ જયંતી. કરિદિન. પંચક. વૈદ્યૃતિ મહાપાત ૨૧.૧૨થી ૨૬.૧૧ પયોવ્રતારંભ.
તા.૧૧-૦૩-૨૦૧૬, શુક્રવાર ફાગણ સુદ ત્રીજઃ જમાદિલ આખર (મુ.૦૬) પંચક અને અમૃતસિદ્ધિયોગ ૧૫.૪૧ સુધી. રવિયોગ પ્રારંભ ૧૫.૪૧ નક્ષત્રઃ રેવતી. આજે બપોરના ૧૫.૪૧ સુધી જન્મેલાંની રાશિ ઃ મીન તે પછી મેષ.
તા.૧૨-૦૩-૨૦૧૬, શનિવાર ફાગણ સુદ ચોથઃ વિનાયક ચોથ. વૈદ્યૃતિ પ્રા. ૨૧.૧૫, રવિયોગ સ.૧૩.૧૪. જ્વાળામુખી યોગ ૧૮-૦૨ નક્ષત્ર. અશ્વિની.
તા.૧૩-૦૩-૨૦૧૬, ગુરુવાર ફાગણ સુદ પાંચમઃ વૈદ્યૃતિયોગ સમાપ્ત. ૧૭.૫૧. વજ્રમુશળયોગ અને જ્વાળામુખીયોગ ૧૧-૦૬ સુધી. રવિયોગ પ્રારંભ ૧૧.૦૬. નક્ષત્રઃ ભરણી. આજે ૧૬.૩૮ સુધી જન્મેલાંની રાશિ ઃ મેષ. તે પછી જન્મે તેમની રાશિ ઃ વૃષભ.

You might also like