સપ્તાહનાં વ્રતવિધાન

તા.રપ-૦૪-ર૦૧૬ સોમવાર,ચૈત્ર વદ ત્રીજઃ સંકટ ચતુર્થી ચંદ્રોદય ર૧.૪૭ વીંછુડો, શુક્રનો મેષ રાશિમાં પ્રવેશ ૧૦.પ૦ નક્ષત્રઃ અનુરાધા. આજે જન્મેલાંની રાશિઃ
વૃશ્ચિક.
ગણેશ સંકટ ચતુર્થીઃ રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનંદ ગણપતિ મહારાજની સંકટ ચોથ જે ભકતો કરે છે તેમનાં તમામ દુઃખ દર્દ દૂર થાય છે તેમજ તેમનાં તમામ મનવાંછિત ફળ તેમને મળે છે અને તેમનું જીવન નિર્વિઘ્ન બને છે.
તા.ર૬-૦૪-ર૦૧૬ મંગળવાર, ચૈત્ર વદ ચોથ‌ઃ વીંછુડો સ.૧૭.પ૪. કુમારયોગનો પ્રારંભ ૧૯.૧૧, દગ્ધયોગ ૧૯.૧૧થી સૂર્યોદય. નક્ષત્રઃ જ્યેષ્ઠા. આજે સાંજના ૧૭.પ૦ સુધી જન્મેલાંની રાશિઃ વૃશ્ચિક તે પછી જન્મે તેમની રાશિ ધન.
તા.ર૭-૦૪-ર૦૧૬ બુધવાર, ચૈત્ર વદ પાંચમઃ કુમારયોગ સમાપ્ત ૧૯.૪૩. યમઘંટયોગ સૂર્યોદયથી ૧૯.૪૩ સૂર્યનો ભરણી નક્ષત્રમાં પ્રવેશ ૧૧.૪૧ નક્ષત્રઃ મૂળ. આજે જન્મેલાંની રાશિઃ ધન.
તા.ર૮-૦૪-ર૦૧૬ ગુરુવાર, ચૈત્ર વદ છઠઃ દગ્ધયોગ સૂર્યોદયથી ર૧.૦પ, રવિયોગ પ્રા.ર૧.૦૩થી. બુધ વક્રી નક્ષત્ર પૂર્વાષાઢા આજે રાતના ર૭.૧૭ સુધી જન્મેલાંની રાશિઃ ધન તે પછી જન્મે તેમની રાશિઃ મકર.
તા.ર૯-૦૪-ર૦૧૬ શુક્રવાર, ચૈત્ર વદ સાતમઃ રવિયોગ સમાપ્ત ર૧.૪૮ દગ્ધયોગ ર૧.૧૦થી સૂર્યોદય વૈદ્યૃતિ મહાપાત પ્રા.ર૪.પ૭થી નક્ષત્રઃ ઉત્તરાષાઢા, આજે જન્મેલાંની રાશિઃ મકર.
તા.૩૦-૦૪-ર૦૧૬ શનિવાર, ચૈત્ર વદ આઠમઃ કાલાષ્ટમી દગ્ધયોગ ર૦.૬૭થી સૂર્યોદય વૈદ્યૃતિ મહાપાત સમાપ્ત ૦૯.પ૦ કલાકે નક્ષત્રઃશ્રવણ આજે જન્મેલાંની રાશિઃ મકર
તા.૦૧-૦પ-ર૦૧૬ રવિવાર, ચૈત્ર વદ નોમઃ ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન, મજૂર દિન, પંચક પ્રા.૦૯.૪૧ બુધનો અસ્ત પશ્ચિમે. નક્ષત્રઃ ઘનિષ્ઠા આજે સવારના ૦૯.૪૧ સુધી જન્મેલાંની રાશિઃ મકર તે પછી કુંભ.

You might also like