સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ કામના અપેક્ષિત ભાવિની બાબતમાં જોઇએ તો આપ અપેક્ષાઓની ૫ણ આગળ વધવા માટે આપની કાર્યકુશળતા અને કાબેલિયતને અદ્યતન માધ્યમોની મદદથી વધુ ધારદાર બનાવશો. અંદરખાનેથી આપ ઘણો ૫રિશ્રમ કરતા હોવા છતાં બહાર કોઇને જણાવા નહીં દો અને શાંત રહેશો. ગણેશજીને આમાં કોઇ આશ્ચર્ય લાગતું નથી. કારણ કે તેઓ જાણે છે કે આપને જિંદગીમાં દંભ અને દેખાવ કરવો ગમતો નથી.
વૃષભઃતમારું વર્તુળ અને સમાજ અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ જવાબદારીઓ અને જવાબદેહીઓ તમને સતત પ્રવૃત્ત રાખે. અહીં જવાબદેહીઓનો અર્થ પોતાની જાત પ્રત્યેની જવાબદેહીઓ. સંસ્થાઓનું સભ્યપદ તમારા માટે ઘણું ફાયદાકારક રહેશે. અંગત સંબંધોમાં સવિશેષ કાળજી અને પ્રયત્નો કરવાની સલાહ છે અને અંગત સંબંધોમાં નજીવી બાબતોમાં પણ તમારું શ્રેષ્ઠ યોગદાન આપીને સંબંધો સાચવી લો તે જ આખરે તમારા હિતમાં છે.
મિથુનઃ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે આપનું આકર્ષણ વધશે. ગણેશજીની સલાહ છે કે આપે વધારે પડતી અપેક્ષા ન રાખવી જોઇએ. આ સપ્તાહે મહેનત અને ખર્ચમાં વધારો થઇ શકે છે. અને તેનું પરિણામ ઘણું સારું હશે. આપ લાંબી યાત્રા વિશે વિચારી શકો છો પણ તે આપના ખિસ્સાને ભારે પડે તેવી શક્યતા છે. અલબત્ત અભ્યાસ અર્થે દૂરના સ્થળનો પ્રવાસ થાય તેવા યોગો છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે.
કર્કઃતમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થાય. તમારા જૂના અભિગમ અને વિચારોને તમે ફગાવીને જાતને જીત માટે તૈયાર કરવા નવા અભિગમ અને વિચારોને અપનાવશો. આ તબક્કે ઘણી સારી તકો તમારી રાહ જોઈ રહી છે. સમય ઉપર સવાર થઈને આગળ નીકળવું કે કેમ તે તમારે નક્કી કરવાનું છે.
સિંહઃઆ સમય આત્મનિરીક્ષણનો છે. અત્યાર સુધી આપનું ધ્યાન વિવિધ દુન્યવી વસ્તુઓમાં વહેંચાયેલું હતું જે હવે પોતાની જાત પર કેન્દ્રિત થયું છે. હવે આપ આપના વ્યક્તિત્વ તથા કપડાં, એસેસરીઝ, સંપત્તિ તથા ઘરને નવું સ્વરૂપ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરશો. ગણેશજી કહે છે કે આ બાહ્ય આડંબર નથી પણ આપ બદલાતા વિશ્વ સાથે તાલ મિલાવવા માંગો છો. આ સમય ઘણા બૌદ્ધિક ફાયદાઓ મેળવવાનો છે
કન્યાઃમાનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. કેટલીક અકારણ ચિંતાઓના કારણે તમારું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બગડે. આર્થિક લેવડ-દેવડમાં સભાનતા અને ચોક્કસાઈ નહીં રાખવામાં આવે તો તમારી મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો થશે એમ ગણેશજી જણાવે છે. નોકરીયાત વર્ગની અગવડતાઓ દૂર થાય. ઉપરી અધિકારી સાથે બિનજરૂરી ઘર્ષણથી દૂર રહેવું સલાહભર્યું છે. જીવનસાથી અને મિત્રોનો પ્રેમ અને સહકાર અહીં તમારી મદદે આવશે.
તુલાઃઆ તબક્કે તમે કદાચ અસહકારનો માર્ગ પસંદ કરશો અને લોકો સાથેના વહેવારમાં પણ તમે સખત વલણ અપનાવશો. નાણાકીય લાભો એની રીતે જ મળતા રહે પણ તમે કોઈ તત્કાલિક લાભ મેળવવાનો ઇરાદો રાખશો નહીં એવી ગણેશજી સલાહ આપે છે. ટૂંકો પ્રવાસ અને ભાગીદારીઓ આ અઠવાડિયાનું આકર્ષણ રહેશે. ખરીદી માટે પણ જવાનું થાય અને તમે કેટલીક મોજશોખની ચીજવસ્તુઓની ખરીદીઓ કરશો.
વૃશ્ચિકઃતમે વિચલિત થયા વગર તમારા પદ, પ્રતિષ્ઠાને અનુરૂપ રહીને તમે આવી પડેલી સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરશો. અહીં વધુ પડતા આત્મ વિશ્વાસમાં ન રહેવાની ગણેશજી સલાહ આપે છે. આ સમયગાળામાં તમારે તમારા આરોગ્ય બાબતે પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. તમને સ્થાયી કામ અને સ્થાયી આવકની જરૂરિયાત મહેસૂસ થાય.
ઘનઃસહેલાઇથી યોજના બનાવી શકશો. કયું કામ પહેલું કરવું એ નક્કી કરજો. કાર્યનું ફળ મેળવવામાં પાંચ અઠવાડિયાંથી વધુ સમય નહીં લાગે. મજબૂત ક્ષેત્રમાં ગણતરીપૂર્વકનું રોકાણ કરશો. સ્વાસ્થ્યની કાળજી લેજો, નહીંતર કામમાં વિક્ષેપ પડશે. વિઝા, ગ્રીન કાર્ડ કે અન્ય વિદેશી મામલા સાથે સંકળાયેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે. વિદેશમાં વ્યવસાયિક સંપર્કો ઊભા થાય એવી પૂરે પૂરી સંભાવનાઓ રહેલી છે.
મકરઃ નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે આ તબક્કે સકારાત્મક વિચારસરણી સાથે સતત કાર્યરત રહેવું જરૂરી બનશે. નાણાકીય રીતે આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. વેપાર-ધંધામાં ફાયદો કરાવે તેની નવી તકોનું નિર્માણ થાય. પ્રેમ-પ્રસંગ, પ્રેમ-મુલાકાતમાં અડચણો આવે. આવેલી તકોને ઝડપી લેશો.
કુંભઃ આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું પુરવાર થશે. પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇપણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે. અને તે સાચા, ગંભીરતાથી તેમ જ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.
મીનઃકઈ બાબતને પ્રાથમિકતા આપવી એની મૂંઝવણ ઊભી કરતી કેટલીક ઘટનાઓ આ સમયગાળામાં બને. પ્રેમી કે જીવનસાથીને લઈને મૂંઝવણભરી સ્થિતિ સર્જાય અને તેના ઉકેલ માટે ઘણા પ્રામાણિક પ્રયત્નોની જરૂર વર્તાય. જોકે આ તો તમારી અંગત જીવનની વાત થઈ. કાર્યસ્થળે પડેલી ગૂંચને ઉકેલવા માટે પણ તમારે તમારા કડક વ્યક્તિત્વનો પરિચય આપવાની જરૂર પડે તેમ છે.

You might also like