સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ સખત મહેનતનો આ સમય છે અને તમારે ગમે તે ભોગે સખત મહેનત કર્યા સિવાય છુટકો નથી. તમે અનેક જવાબદારીઓ અને ફરજોથી ઘેરાયેલા રહેશો. સખત મહેનત સાથે તેને પહોંચી વળવા માટે તમારે મથામણ કરવી પડશે. કાગળો પણ તમારા માટે બોજો બની રહેશે. બિલો, દસ્તાવેજો અને સરવૈયાં તમારો સમય ખાઈ જશે. આ તબક્કો એટલો વ્યસ્ત રહેશે કે તમે તમારી જાતને વધુ અને વધુ કામમાં ડૂબાવેલી રાખી શકશો.

વૃષભઃ આ સમયગાળામાં ઘણો પ્રવાસ થાય. તમે ઝડપથી બધે ફરી વળશો અને ફળદાયી સંપર્ક બનાવશો. ખર્ચનું પ્રમાણ વધતા તમને બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાની આવશ્યકતા જણાય અને તે અંગે તમે ગંભીરતાથી વિચારશો. આ મુશ્કેલરૂપ તબક્કો નથી તો પણ તમારા વધુ શિસ્તબદ્ધ રીતે વર્તવાની જરૂર ગણેશજી જોઈ રહ્યા છે. પાર્ટી, નવી મિત્રતા અને આનંદપ્રમોદનો સમય પણ તમે ફાળવી શકશો.

મિથુનઃ ફરી એક વાર તમે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. તમે વિસ્તરણની યોજના બનાવશો. નોકરીમાં તમને બઢતી મળે અથવા અન્ય સ્થળે વધુ સારી ઓફર મળે. આ સમયગાળામાં ઘણા ફેરફાર થાય. ખર્ચનું અતિશય વધતું પ્રમાણ અને ઘરેલુ ચિંતા તમને પજવી શકે છે. અકસ્માત અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓ પણ ગણેશજી નકારતા નથી. જોકે તેમાંથી તમે ક્ષેમકુશળ બહાર આવશો.

કર્કઃ ઘરેલુ મુદ્દાઓ મોખરે હશે. તમારો મોટાભાગનો સમય પરિવાર અને મિત્રો પાછળ વ્યતિત થાય. ત્યારે કામ માટે ઘણો ઓછો સમય મળશે. તમને કેટલીક આર્થિક બાબતોની ચિંતા ઘેરી વળે અને તેને લઈને તમે ઘણા વ્યગ્ર રહેશો. આ સમયે તમને તમારા પ્રેમીજનના સંગાથની હૂંફની જરૂરત વર્તાય. તમારે સમય અને તમારી પ્રતિબદ્ધતા વચ્ચે તાલમેલ સાધવો પડશે.

સિંહઃ આ સમયગાળામાં તમે ઘણું મનન કરશો. તમારા વિચારો તમને જુદી જુદી દિશામાં ખેંચી જાય. એક તબક્કે કામ અને ઘરેલુ જવાબદારીઓ તમારા એકલાના ખભે વહન કરવાની આવે. જ્યારે બીજી તરફ તમે તો તમારા કલ્પનાના પ્રદેશમાં વિહરવાના અને ઊંચી ઉડાનો ભરવાના અભરખા ધરાવતા હશો. તમને સપનાં જોવા ગમશે અને સાથે તમે સાવધ પણ રહેશો. તમારી ઊર્જા વેડફાય એવાં નકામાં કાર્યો ન કરશો.

કન્યાઃ આ સમયગાળામાં ભરતીનાં મોજાં આપોઆપ સ્થિર થશે. અહીં તમારા જીવનક્રમમાં મહત્વના ફેરફારો આવે. અને તમે તમારું સમગ્ર ધ્યાન કારકિર્દીને વધુ ઉજ્જવળ બનાવવા તરફ કેન્દ્રિત કરશો. વીજળિક ગતિથી તમારાં કામ પૂરાં થાય અને તમે ઉપરી કે બોસની તારીફના હક્કદાર બનશો. તમારામાં નવાં સાહસો શરૂ કરવા માટે ભરપુર આત્મવિશ્વાસ અને નવીન વિચારોનો ખજાનો જમા થશે.

તુલાઃ તમારા માટે આ ખૂબ જ સારો તબક્કો છે. આ સમયગાળામાં તમે જે કંઈપણ કાર્ય હાથ ઉપર લેશો તેમાં તમને સફળતા મળે. પ્રેમીજન સાથેની ઘનિષ્ઠતામાં વધારો થાય અને તમને ઉમદા સંતોષની અનુભૂતિ થાય. તમામ સ્તરે તમારા પ્રભાવના ક્ષેત્રમાં વધારો થાય. પાર્ટીમાં મહાલવાના અને મજા કરવાના અવસર આવે. તમારા જીવનમાં નવા પ્રેમના અંકુર ફુટે એવી શક્યતાઓની સાથે પ્રેમની જ્વાળાઓ પ્રજ્વલિત થશે.

વૃશ્ચિકઃ છેલ્લા સપ્તાહથી તમારા જીવનનાં અનેક ક્ષેત્રોમાં વિસ્તરણ પૂરજોશમાં ચાલુ છે. તમે નવી દિશાઓને અને નવા લક્ષ્યાંકો પર નજર રાખી રહ્યા છો અને તમે તમારા માટે ઘણા ઊંચા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. તમે અનુગ્રહશીલ બનશો જોકે આ સમયગાળામાં શરીરની કાળજી નહી લો તો તબીબી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તમારી જાત ઉપર મજબૂત શિસ્ત લાગુ કરવાની આવશ્યકતા છે.

ધનઃ તમે હવે ફરી પાછા સાચા માર્ગ પર આવી ગયા છો અને ચોક્કસ ધ્યેય સાથે ‘એકલો જાને રે’ની ઉક્તિને સાર્થક કરી રહ્યા છો. તમે કામના અતિ વ્યસ્ત સમયમાંથી પસાર થઈ રહ્યા છો. તમે મજબુત ઇચ્છાશક્તિના જોરે તમારા માર્ગમાં આવતી દરેક તકોને ઝડપીને ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરશો અને નવા ધ્યેયો નિર્ધારિત કરશો. તમે અગાઉના કેટલાક અઠવાડિયામાં જીવન સંબંધિત કેટલાક પાઠ શિખ્યા છો તે અહી કામ લાગશે.

મકરઃ લાઇફસ્ટાઇલ ખર્ચાળ અને ઉડાઉ બનશે. ખર્ચાઓ, મુલાકાતો અને પ્રવાસના પ્રમાણમાં ઘણો વધારો થાય. તમે ઘણા બધા નવા લોકોના સંપર્કમાં આવશો. નવા સંપર્કો તમારા વિકાસને પ્રેરક રહેશે અને જોકે તેનું તમારે મુલ્ય પણ ચુકવવુ પડશે. તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થાય પણ એની સાથે કેટલાંક ઘર્ષણો સર્જાય. તમે ઘણુ રોકાણ કરશો અને તમે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણના વિકલ્પોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો.

કુંભઃ તમારા માટે આ સમયગાળો જોમ અને જુસ્સાથી ભરેલો રહેશે. જીવનને દાહક એવી ઘણી વસ્તુઓ પણ તમારા જીવનમાર્ગમાં આડે આવશે. તમારા જીવનમાં એક નવા પ્રણયની શૂળ પેદા થશે. જો તમે અવિવાહિત હશો તો તે તમને ચોરીના ફેરા તરફ દોરી જઈ શકે છે. અથવા ઓછામાં ઓછા પ્રેમનાં ઉંડાણના પ્રદેશમાં તો તમે ડૂબકી લગાવશો જ. તમારા જીવનસાથી સાથે તમે આત્મિયતાભર્યો ઉમદા સમય પસાર કરશો.

મીનઃ આ સમયગાળામાં વિવિધ દબાણો તમારા પર કામ કરશે. નવી મુલાકાતો થવા સંભવ છે. બેઠકો અને લાંબી મુસાફરી થાય. તમે પણ જૂના સહયોગી સાથે સંપર્ક કરી શકશો અને તેમાં તમને ઘણી મજા મળે. ભરપુર આનંદ મળે. પરિવારજનો પાછળ તમારો ઘણો સમય વ્યતિત થાય અને તે તમામ સમય આનંદદાયક રહેશે. અત્યારે તમારું ધ્યાન કામ અને પૈસા પ્રત્યે રહેશે.

home

You might also like