Categories: Dharm

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃઆપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે. પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇપણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે. અને તે સાચા, ગંભીરતાથી તેમ જ હ્રદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.

વૃષભઃ તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપતા હતા તેના બદલે હવે આર્થિક બાબતો કેન્દ્ર સ્થાને રહેશે. તમારી પ્રાથમિકતાના આ બદલાવની તમારી અપેક્ષા કે ઇચ્છા નહોતી પણ વર્તમાન સંજોગોને આધિન રહીને આ ફેરફાર સર્જાયો છે. જે કંઇ પણ કારણો હોય, અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે અને તમારી બાકીની પ્રવૃત્તિઓ આ પ્રાથમિકતા સંબંધિત રહેશે. આધ્યાત્મિકતા આપનાં દ્વાર ખખડાવશે.

મિથુનઃ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે આપનું આકર્ષણ વધશે. ગણેશજીની સલાહ છે કે આપે વધારે પડતી અપેક્ષા ન રાખવી જોઇએ. આ સપ્તાહે મહેનત અને ખર્ચમાં વધારો થઇ શકે છે. અને તેનું પરિણામ ઘણું સારું હશે. આપ લાંબી યાત્રા વિશે વિચારી શકો છો પણ તે આપના ખિસ્સાંને ભારે પડે તેવી શક્યતા છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે. ગણેશજીને લાગે છે કે આપના મૌલિક વિચારો સાથે આપ મળતી તકોનો લાભ ઉઠાવી શકશો.

કર્કઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારા સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી માગ વધશે. નાના મોટા ઝઘડા કે તકરારનો તમારી લોકપ્રિયતાને કારણે ગુસ્સે થયા વિના, કડવાશ વિના નિકાલ લાવીને તમારા લક્ષ્ય સુધી તમે ૫હોંચી જશો. જીવનના આનંદને તમે માણશો.આપ ધ્યાન અને પ્રાર્થના કરી શકશો.

સિંહઃજ્યાં સુધી કારકિર્દીનો સવાલ છે, આપ નવી ઉંચાઇઓ સર કરશો. નવી જવાબદારીઓ આવી પડશે. તમે તમારી જવાબદારીઓ નિભાવવા છતાં વિશ્વ તરફથી અવગણના અને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણીઓ અનુભવી રહ્યા છો. આ સમય દરમિયાન તમે અંતરાત્માના અવાજને સાંભળશો અને ધાર્મિક બાબતોમાં રસ લેતા થશો. તમારૂ આંતરિક મનોબળ તમને સાચા નિર્ણયો લેવામાં મદદરૂપ થશે.

કન્યાઃ આ સપ્તાહમાં આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો જેમાં ઘણી વ્યક્તિગત મુલાકાતો અને જોડાણો હશે. જો આપ અપરીણિત હશો તો આપના જીવનમાં પ્રેમનાં આપની તરફ રૂખ કરે તેવી શક્યતા છે. આસ પાસના વાતાવરણમાં ઘણો ઉત્સાહ હશે જે સાહસ ખેડવા તૈયાર કરી શકે છે. આપ જીવનનો સંપૂર્ણ આનંદ લૂંટવા તૈયાર થઇ શકો છો. જેને જીવનની અતિ વિકટ સમસ્યા ગણો છો તેના ઉકેલના આસાર જોવા મળે.

તુલાઃ આપ જે કોઇ કાર્ય કરશો તે સંપૂર્ણ ગંભીરતાથી કરશો. સૌ પ્રથમ આપ ધ્યાન કેન્દ્રિત કરવા જેવાં ક્ષેત્રો શોધી કાઢવાનો પ્રયાસ કરશો. આપને આપના માટે, આપના જીવનસાથી કે બાળકો માટે નવાં વસ્ત્રો ખરીદવીની જરૂરત મહેસૂસ થશે. આપ કદાચ નવી ક્લબ, જીમ કે કોઇ સ્ટડી ગ્રૂપમાં આપનું નામ નોંધાવશો. પરિવાર સાથે સમય ગાળવાથી આનંદ અને સંતોષની લાગણી અનુભવાય.

વૃશ્ચિકઃ આપે પરિપૂર્ણતાની ઝલક માણી છે. આપને હજુ અભ્યાસની જરૂર છે ખાસ કરીને આવડત અને આત્મ સંયમ કેળવવો જરૂરી છે જ્યાં આપ પાછળ પડો છો. આ સ્તંભો પર જ સંબંધો ટકી રહેતા હોય છે.આપની ભૌતિક પ્રગતિ આપની અપેક્ષા કરતા ઓછી હોઇ શકે છે પણ પ્રમાણમાં તે સારી હશે. માતા પિતા અને બાળકના તથા કાર્ય સ્થળે ઉપરી અધિકારી સાથેના સંબંધો સુધારી શકશો.

ઘનઃ આપની ઇચ્છા પૂર્તિ થઇ ગઇ. હવે આપ સંતોષ અને વિજેતાની લાગણી અનુભવતા હશો. આ૫ ૫રિવાર અને કાર્યક્ષેત્ર બંને વચ્ચે સારી રીતે સંતુલન જાળવી શકશો. તમે તમારા ૫રિવાર સાથે તમારો સમય ઘણો સરસ રીતે વિતાવશો. તમારી રચનાત્મક પ્રતિભા શિથિલ થઇ જવાથી એ પ્રવૃત્તિ તમે કરી નહીં શકો. તમારા વ્યક્તિગત સંબંધો વિશે એટલું જ કહેવું જરૂરી રહેશે કે કંઇક મેળવવા માટે કંઇક ખોવું પડે છે.

મકરઃ કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે. આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે. ગણેશજી કહે છે કે આપની સર્જનાત્મકતા પુરજોશમાં બહાર આવશે. લોકો અને પરિવાર સાથેના સબંધોમાં આપ જાદુઇ આકર્ષણ અને લોકોને પોતાની વાતમાં સહમત કરવાની ક્ષમતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. આપનામાં રહેલી મોહકતા અને સારી સમજણ આપની ખાનગી કે અંગત વાતચીતને વધુ ઉત્તેજિત અને ઉત્સાહસભર બનાવશે.

કુંભઃ તમે નવા અભિગમ સાથે કાર્ય હાથ ધરી શકશો. તમે વર્તમાન મહિનામાં તમારું સમગ્ર ધ્યાન આરોગ્યની જાળવણીમાં અને આનંદ પ્રાપ્તિ માટે કેન્દ્રિત કરશો. તમારી પ્રથમિકતાઓ બદલાતાં તમને દરેક ક્ષેત્રે લાભ થાય. જેમકે તમારું વ્યક્તિગત અને પારિવારિક જીવન વધુ સારું બને. કામમાંથી તમને સ્થાયી ફાયદો મળે. સહ-કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. આ સમયગાળામાં તમે નવા વ્યવસાયિક સાહસો ખેડશો.

મીનઃ ૫રિવાર પ્રત્યેનો લગાવ આ સપ્તાહમાં ૫ણ યથાવત રહેશે. ગત સપ્તાાહમાં આપે ખૂબ આનંદમાં સમય વીતાવ્યો હતો, એ આનંદનો નશો હજી આ સપ્તાહમાં ૫ણ રહેશે. અલબત્ત, આપ જાણો છો કે ૫રિસ્થિતિ હંમેશાં ૫લટાતી જ રહે છે, ૫રંતુ ઘનિષ્ઠ સંબંધોની એ ઉષ્મા આપને ૫રિપૂર્ણતાનો અહેસાસ કરાવશે. પ્રેમની તાકાત આપને ગમે તેવી સમસ્યાઓ સામે શાંતિથી ઝીંક ઝીલી શકશો.

Navin Sharma

Recent Posts

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

2 mins ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

1 hour ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

1 hour ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

1 hour ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

1 hour ago

વારાણસીમાં પીએમ મોદીનો મેગા રોડ શો: નીતીશ-ઉદ્ધવ સહિતના દિગ્ગજોની હાજરી

વારાણસી બેઠક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ર૬મીએ ફોર્મ ભરશે તે પહેલાં આજે મેગા રોડ શોનું આયોજન કરવામાં…

2 hours ago