Categories: Dharm

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય. આપનો આ સમયગાળો આનંદ અને ખુશીઓની ભરતી લઈને આવ્યો છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ હાથ ધરવા જઈ રહ્યા છો જે આપનું સારું એવું ધ્યાન માગી લેશે. આ સમયગાળો એવો છે જેમાં માત્ર અને માત્ર લોકો જ આપની તમામ બાબતો સાથે સંકળાયેલા હશે. આ સપ્તાહ તમારા માટે શુભદાયી નીવડશે.

વૃષભઃ આપની લોકપ્રિયતામાં સતત વધારો થાય. મીડિયા અને પ્રચાર પ્રસારને લગતાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની આવડત અને કુશળતા સાબિત કરવાનો મોકો મળશે તથા આ સમયગાળામાં તેઓ નોંધપાત્ર લાભ મેળવશે. આપ આપની સ્વાભાવિક શૈલી અને મોહકતાનો પરિચય આ સમયગાળા દરમ્યાન આપી શકશો અને તેનો ભરપુર ફાયદો ઉઠાવી શકશો.

મિથુનઃ આ સમયગાળો સિદ્ધિઓ અને ખુશીઓથી ઊભરાશે. આ સમયગાળા દરમિયાન આપને એ વાત સમજાઇ હશે કે લોકો સાથેના સંબંધો અને વાતચીતની આવડતથી જ આપ સારી રીતે કમાણી કરી શકો છો. તેથી આપ આગળ વધવા માટેના રસ્તા શોધી કાઢશો. આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો તથા આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

કર્કઃ ગણેશજીના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહમાં બદલી-બઢતીની શક્યતાઓ રહેલી છે. બિઝનેસ-કારોબારમાં નવાં રોકાણ થઈ શકે છે. તમે કરેલા વેપાર અર્થેના પ્રવાસ લાભદાયી થઈ શકે છે. એકંદરે સમય આપના માટે સાનુકૂળ રહેશે તથા આકસ્મિક ધન-લાભ થવાની પણ શક્યતા છે.

સિંહઃ આ સમયગાળામાં કોઈપણ પ્રકારનાં જોખમ ખેડવાથી દૂર રહેવું અન્યથા મુશકેલીઓનો સામનો કરવો પડશે. ખર્ચ ઉપર કાબૂ રાખવાની જરૂરિયાત જણાય. મહિલા વર્ગ માટે નવી કાર્યના આરંભ માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આ સમયગાળામાં તમને યાત્રા કે પ્રવાસનો સુઅવસર મળે. કુટુંબ માટે તમે મનોરંજન પાછળ તમે ઘણો ખર્ચ કરી શકશો.

કન્યાઃ આપ જીવનમાં શું મેળવવા માગો છો તેનું પુનઃમુલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા હેતુઓ અને લક્ષ્યોનું વિશ્લેષણ કરો અને તેને આપ ઇચ્છિત દિશામાં વાળો. આ સમયગાળો નોકરી-વેપાર માટે પ્રગતિદાયક બની રહે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આપ પોતાના શોખ, નવી પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકશો. આપ વધુ સર્જનાત્મક બની શકશો.

તુલાઃ આ સપ્તાહ દરમિયાન તમને અભ્યાસ-સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળતી જણાય. તમને આકસ્મિક ધન-લાભ થઇ શકે છે. આપ આપની શીધ્ર વિચારશક્તિ અને લોકોની કુશળતા પ્રદર્શિત કરવામાં રુચિ ધરાવશો. આ સપ્તાહ દરમિયાન આપનાં જીવનમાં જોમ, ઉત્સાહ, પ્રવૃત્તિઓ અને વિચારોની ભરમાર રહેવાની શકયતા છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.

વૃશ્ચિકઃ દિવસો આનંદમય પસાર થતા જણાય. રોજગારીની નવી તકો મળી શકે છે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થઇ શકે છે. નોકરીમાં લાભો મળે તથા બઢતી થાય અને કામની કદર થવાની ધારણા છે. આપ માતા-પિતા અને સંતાન તરીકેની તમારી ભૂમિકાને સર્વોચ્ચ મહત્વ આપશો. આપને જે વસ્તુ સૌથી વધુ પ્રિય છે તેમાં આપ સફળતા મેળવવા તૈયાર હશો.

ધનઃ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.માનસિક ચિંતા હળવી બનતી જણાય. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા છે. ભાગ્યોદયની તક મળી શકે છે. વેપારઅર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. લગ્નજીવન સુખમય રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય તેમ લાગી રહ્યું છે.

મકરઃ રાજકીય ક્ષેત્રે પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે.કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.નાણાં ભીડ દૂર થતી જણાય.આકસ્મિક ધન લાભ થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વાહન-મકાન-જમીનની ખરીદી થઈ શકે છે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક બની રહે. વિસરાયેલા જૂના મિત્રો સાથે મેળાપ થાય.

કુંભઃ નજીકના સમયગાળામાં તમને નવી તકો મળશે. સમય શુભ રહેશે. જીવન પ્રત્યેની તેમજ કેટલાક લોકો અંગે તમે બાંધેલી કેટલીક ગેરસમજોમાંથી આપને મુક્તિ મળે.ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે આપની રુચિ વધતી જણાય. રાજકીય-સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. વિદેશનાં અટકેલાં કાર્યો પૂર્ણ થતાં જણાય. જીવનસાથીની પસંદગી માટે આ સમયગાળો શુભ છે.

મીનઃ પારિવારિક સમસ્યાઓની વિપરીત અસર તમારા માનસ ઉપર પડે અને તેની અસર તમારા નોકરી-વ્યવસાય ઉપર પણ પડવા સંભવ છે. અકસ્માત યોગ હોઇ આ સમયગાળામાં વાહન સંભાળીને ચલાવવાની ગણેશજી સલાહ આપે છે. દાંપત્યજીવનની કટુતામાંથી બહાર આવવા અને ફિક્કા પડેલા જીવનરસમાં મધુરતા પાછી મેળવી શકાય તેમ છે.

Navin Sharma

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

18 hours ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

18 hours ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

20 hours ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

20 hours ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

20 hours ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

20 hours ago