સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ પ્રણય અને રોમાન્સનાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળી શકશે. આ આશાવાદને કારણે આપ અન્યોની કાળજી લેવાની અને પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરી શકશો.

વૃષભઃ અત્યારે તમે જે જુઓ છો તેમાંનું મોટાભાગનું આ પૂર્વે જોઈ ચુક્યા છો. જોકે સરવાળે તમે સમયની સાથે આગળ ગતિ કરી શકશો. આ સમયગાળો તમારા માટે ઘણો રોમાંચક રહેશે.

મિથુનઃ ફરીથી વાસ્તવિકતાઓ આપની સામે આવીને ઊભી રહે તે ૫હેલાં આપને મળેલો આનંદપ્રમોદનો સમય માણી લો. આરોગ્ય સારું રહેશે. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે.

કર્કઃ તમે તમારા કાર્યક્ષેત્રને વધુ વિસ્તારવા પ્રયત્ન કરી શકશો. તમે જે કંઇ કામ કરશો તે તમારા લાભના સંદર્ભે જ હશે. તમારું ધાર્યું કામ આ અઠવાડિયે થઇ શકશે.

સિંહઃ તમે અને તમારો ૫રિવાર કોઇ અરસ૫રસની વાતચીતથી ઉત્સાહ અનુભવી શકશે. ફરવા માટે તમે રોમાંચકારી અજાણી શાંત જગ્યાએ જઇ શકશો.

કન્યાઃ આ ઉન્નતિનો તબક્કો છે. સારા વિચારો તમારી પ્રવૃત્તિઓનું મહત્વ વધારશે. નાણાકીય ક્ષમતા સુરક્ષિતતાનો અહેસાસ કરાવી શકશે. આ સપ્તાહે તમારી તબિયતની કાળજી રાખવી જરૂરી છે.

તુલાઃ આ સપ્તાહમાં તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ટુંકાગાળાના અને લાંબાગાળાના નિર્ણયો લઇ શકશો. ઉપયોગી મદદ, સલાહ, સાથ મળી રહેશે.

વૃશ્ચિકઃ પ્રગતિ અનેક રીતે થતી હોય છે પણ ભૌતિક સફળતા સૌથી વધુ દ્રશ્યમાન હોય છે. પ્રાર્થના ,આધ્યાત્મિકતા ધ્યાન જ આપને સાચો સંતોષ આપી શકશે. આવક વધવાની શકયતા છે.

ધનઃ આપનું જીવન હવે ભૌતિક અને લાગણીના ક્ષેત્રમાં પ્રગતિ કર શકશે. નવું ઘર કે નવો સંબંધ કેળવાય તેવી શક્યતા છે. આ તબક્કામાં આપ જે કંઇ કરશો તેની અસર ભવિષ્ય પર થશે.

મકરઃ પ્રાર્થના, આધ્યાત્મિકતા અને ધ્યાનથી જ આપ સાચો સંતોષ આપ મેળવી શકશો. યોગ્ય પગલું આપના માટે સૌથી મહત્વનું છે, આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. અગત્યના કામ થઇ શકશે.

કુંભઃ આ સપ્તાહ આનંદ અને ખુશીઓની ભરતી લઇને આવ્યું છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ કરી શકશો.આપ પરિવાર માટે સમય ફાળવી શકશો.

મીન: પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા ૫ડશે, જેથી ચિંતાઓ ઘટી શકે. તમારા પ્રયાસો જો કે નિષ્ક૫ટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારો રચનાત્મકતા અને પ્રતિભાને તમે ખીલવી શકશો.

You might also like