સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ હાલ ચિંતન કરવું અને અંતરાત્માનો અવાજ સાંભળવો તે આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ગણેશજીની આ સલાહને તમારે ગંભીરતાથી લેવાની જરૂર પડશે. અન્યથા તમારા હાથે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય. ખાસ કરીને નાણાકીય બાબતોમાં વિશેષ તકેદારી રાખવી. સંશોધન અને વિકાસ માટે આ સારો સમય છે, ખાસ કરીને આપે નવા સાહસમાં ઝંપલાવ્યું હોય ત્યારે. આવકમાં વધારો કરવા આપ નવા રસ્તા શોધી શકશો.

વૃષભઃ આ સપ્તાહે તમારાં સપનાંઓ સાકાર થતાં તમે કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. આપે આપની ઘણી સમસ્યાઓ ઉકેલી લીધી હોય તેવી તમને અનુભૂતિ થશે. પ્રિયજનો સાથે વધુ સમય પસાર કરી શકશો. તમારો સંવાદિતા અને સંતુષ્ટિનો અનુભવ તમને અધ્યાત્મિકતા તરફ દોરી જશે. તમે પ્રાર્થના અને ધ્યાન તરફ વળશો અને આ આંતરિક પ્રવાસ તમને વધુ સમૃદ્ધિનો ચોક્કસ અહેસાસ કરાવશે એમ ગણેશજીને લાગી રહ્યું છે.

મિથુનઃ આ સમયગાળામાં તમે તમારી જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. તમે પહેલાં કરેલા પરિશ્રમનાં સારાં પરિણામ હવે જોવા મળશે. આ સપ્તાહે આપ નાણાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવા સક્ષમ બનશો. ગણેશજીના આશીર્વાદથી તમારી ટીમ પણ ઉત્સાહથી ભરપૂર રહેશે, ટીમમાં સૌ કોઈ એકબીજા સાથે સુમેળ સાધીને કામ કરશે. આ રીતે, સમસ્યાઓ ઉકેલાશે અને તમારા ભવિષ્યનાં આયોજનનો માર્ગ વધુ સરળ બનશે.

કર્કઃ તમારો ખર્ચ કરવાનો અને આનંદ-પ્રમોદનો તબક્કો હજુ ૫ણ ચાલુ જ છે. તમે ૫રિવાર માટે મોજશોખની ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટા હાથે પૈસા ખર્ચશો. આ સમયગાળા દરમિયાન તમારા સ્વભાવમાં પરિવર્તન આવે અને તમે વધુ સંવેદનશીલ બનશો. જૂનાં સ્મરણ માનસપટ ૫ર ઊભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, ૫રંતુ તે આપના ૫ર ૫કડ ન જમાવી લે તે જોવું પડશે.

સિંહઃ તમે ખૂબ મહેનત અને ખંતથી કામ કર્યું છે, ૫રંતુ તમારા કામની પૂરતી કદર ન થતી હોવાથી તમારામાં નિરાશા અને હતાશાનો પ્રવેશ થશે, પરંતુ હવે તમારે થોડાં વ્યવહારુ બનવાની ખાસ જરૂર છે. જો તમે તેમ કરી શકશો તો તમારી ઘણી મુશ્કેલીઓનો સરળતાથી હલ લાવી શકશો. તમારાં કાર્ય પ્રત્યે તમે લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરશો તો તમારા હિતમાં રહેશે. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કન્યાઃ આપે પોતાની નિર્ધારિત મંજિલ ૫ર ૫હોંચવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે અને તેનું ફળ આપને જરૂરથી મળશે. આર્થિક લાભ, આત્મસંતોષ આપને વધારે પ્રેરણા આપશે. આ સપ્તાહ દરમિયાન નાણાકીય બાબતોને વધારે મહત્ત્વ આપશો. આ કામ આપની કલ્‍૫નાશીલતા માગી લેશે, ૫રંતુ આ૫ તેનું સારી રીતે સંચાલન કરી શકશો. મિત્રો સાથેનો આપનો વ્યવહાર સલૂકાઇભર્યો હશે. આપ કોઇની લાગણી નહીં દુભાવો.

તુલાઃ તમારા માટે આ આનંદ-પ્રમોદ અને પડકારોનો મિશ્ર સમયગાળો રહેશે. આરોગ્ય સારું રહેશે. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે. ઉચ્ચતર જીવનશૈલીને જાળવી રાખવા છતાં આપ આપનાં નાણાં સુરક્ષિત રાખવા માટે કેટલાંક નક્કર ૫ગલાં લેશો, જોકે આ સમયમાં તમને ખર્ય પર થોડો સંયમ રાખવાની જરૂર લાગશે. ૫રિવાર, મિત્રો અને સંબંધીઓ સાથેની ઘનિષ્ઠતામાં વધારો થાય. અને તેનો વ્યાવસાયિક ફાયદો પણ તમને મળી રહેશે.

વૃશ્ચિકઃ સફળતાનાં નવાં શિખર સર કરવા છતાં તમારા ઉપર કામનું બહુ ભારણ નહીં રહે. તમે પરિવાર સાથે પણ જોડાયેલા રહેશો અને આપની નજીકનાં સ્વજનો સાથે કીમતી સમય પસાર કરશો. આ સમયમાં તમારા જીવનમાં રોમાંસ અને પ્રણયનું પણ ઘણું મહત્ત્વ રહેશે. તમારો પરિવાર વર્તમાન પરિસ્થિતિથી ઘણી ખુશી અનુભવ‌ી શકશો. આ સમયગાળો તમારા માટે ઘણો સારો રહેશે.

ધનઃ આપ જાણો છો કે પરિસ્થિતિ હંમેશાં ૫લટાતી જ રહે છે, ૫રંતુ ઘનિષ્ઠ સંબંધોની એ ઉષ્મા આપને ૫રિપૂર્ણતાનો અહેસાસ કરાવશે. પ્રેમની તાકાત આપને ગમે તેવી સમસ્યાઓ સામે શાંતિ અને સરળતાથી ઝીંક ઝીલવામાં સહાયરૂ૫ થશે. આપ ઘણા લાંબા સમય સુધી આપનાં શ્રેષ્ઠ ૫રિણામ આપતા રહેશો. એમ ગણેશજી જણાવે છે. આ સમય ધૈર્ય એ તમારો સૌથી મૂલ્યવાન ગુણ બની રહેશે. ધૈર્યના સહારે તમે કેટલાક ખોટા નિર્ણય લેતાં અટકશો

મકરઃ આપે પોતાની નિર્ધારિત મંજિલ પર પહોંચવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે અને તેનું ફળ આપને ચોક્કસ મળશે. ક્યાં બોલવું અને તે કયા સમયે બોલવું તે તમે સારી રીતે જાણો છો. તમે સુમેળભર્યો સ્વભાવ ધરાવો છો. તમારી આ વિવેકભરી વર્તણૂકના કારણે તમે તમારી આસપાસના લોકો વચ્ચે મુઠ્ઠી ઊંચેરા બની રહેશો. તમારા સંસર્ગમાં આવનારા શાંતિ અને આનંદનો અનુભવ કરશે. ત્વરિત નિર્ણયશકિત તમને મદદરૂપ બનશે.

કુંભઃ આ સમયગાળામાં આપને બધાંથી વિખૂટાં પડી ગયાં હોવાનો અહેસાસ થાય. તમે પોતાની રીતે કામ કરવાનો નવો માર્ગ પસંદ કરી શકશો. તમારી માનસિક તાકાતના કારણે તમે એકલા પડી ગયા હોવા છતાં પણ તમે એકાંતને માણી શકશો, જોકે ગણેશજી આગામી સમયમાં લોકસંપર્કની આવશ્યકતા જોઈ રહ્યા છે, જેના દ્વારા તમારું જીવન વધુ સારું બની શકે છે. પ્રવાસ થવાની શક્યતા હોઇ વિશેષ સાવધ રહેવાની જરૂર છે.

મીન: આપે પોતાની નિર્ધારિત મંજિલ ૫ર ૫હોંચવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે અને તેનું ફળ આપને મળશે. આર્થિક લાભ, આત્મસંતોષ આપને વધારે પ્રેરણા આપશે. આ સપ્તાહ દરમિયાન નાણાકીય બાબતોને વધારે મહત્ત્વ આપશો. આ કામ આપની કલ્‍૫નાશીલતા માગી લેશે, ૫રંતુ આ૫ તેનું સારી રીતે સંચાલન કરી શકશો. મિત્રો સાથેનો આપનો વ્યવહાર સલૂકાઇભર્યો હશે. આપ કોઇની લાગણી નહીં દુભાવો.

You might also like