જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ તમારી લોકો સમક્ષ એક બુદ્ધિશાળી અને કર્મઠ વ્યક્તિ તરીકેની ઓળખ બનશે. યશ અને સફળતા તમને હજી પણ મળશે. તમારી છા૫ સભ્ય‍ અને સારી વ્યક્તિ તરીકેની ૫ડશે. આ અઠવાડિયે તમે જે પ્રક્રિયાઓ સંતુલિત કરવા ઇચ્છશો, એમાં છેતરપિંડી ભરેલા ધનના મુદ્દાઓ પ્રત્યે ખાસ ધ્યાન આપજો. એ મુદ્દાઓ લેણ- દેણ કે લે- વેચની બાબતના હોઇ શકે છે. ૫ડવા વાગવાના કે રોગના પણ સંકેત તમને  જોવા મળી શકે છે.

વૃષભઃ આત્મવિશ્વાસ તમને ઘર કાર્યાલયમાં પુનઃમુલ્યાંકન કરવામાં મદદરૂ૫ બનશે. આ વખતે આપને આપ્તજનોના સહકારની જરૂર ૫ડશે. પૈસાની લેવડદેવડમાં આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. તેથી તેમાં સાવધાની રાખવા ગણેશજી જણાવે છે. પ્રવાસનું આયોજન ૫ણ સરળતાથી પાર નહીં ૫ડે.  તમારી પાસે શ્રેષ્ઠ વસ્તુઓ આવતી રહેશે. સાથે સાથે તમારી પાસે ખર્ચવા માટે પણ ઘણું બધું હશે.

મિથુનઃ બસ બહુ થયું હવે વધારે આરામની જરૂર નથી એવા નિર્ણય સાથે તમે તમારી નોકરી કે વ્યવસાયમાં ત્વરિત ઊર્જા સાથે લાગી જશો. તમને તમારો સારો સમય આવી રહ્યો છે એ વાતનો ભાસ થાય અને તમે સખત મહેનત થકી તમારી પકડ જમાવી લેશો. તમારા માટે આ સમયગાળો વ્યવસાયિક સોદાઓનો અને બાંધછોડનો રહેશે. ફાઇનાન્સ આ તબક્કે તમારા માટે અગત્યનું પરિબળ રહેશે. બચત સાચવી રાખવી જરૂરી બનશે.

કર્કઃ આપ આપની જાત પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખો તેવી શક્યતા છે. ચિંતાની જરૂર નથી, આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા અને શ્રેષ્ઠતાથી કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, જે વિશ્વમાં બહુ ઓછું જોવા મળે છે. તેનાથી ચોક્કસ આપના સ્વજનોને ઘણો ફાયદો થશે. આ સપ્તાહે સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે.

સિંહઃ આપ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. સ્વાભાવિક રીતે જ જીવનનાં દરેક ક્ષેત્રમાં તેની અસર વર્તાશે. આપના કાર્ય સ્થળે ટીકા ટિપ્પણી પાછળ રહી જશે અને આપનું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. વ્યસ્ત રહેવા માટે તૈયાર રહો. આપ વાતચીતમાં ઘણાં પ્રતિભાશાળી છો. વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે. આપની મોહકતા કુનેહ તથા ઔચિત્યમાં રહેલી છે.

કન્યાઃ તમારું ધ્યાન આર્થિક બાબતો તરફ કેન્દ્રિત થશે. મૂડી રોકાણ અને શેરબજાર તમારી તરફેણમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી અંદર રહેલાં પાસાંઓ જેવાં કે રચનાત્મકતા,વિનોદવૃત્તિ, આનંદની યુક્તિઓ વગેરે ખીલી ઊઠશે. તમારા નોકરી ધંધાના સ્થળે થોડું વિષાદપૂર્ણ વાતાવરણ સર્જાય પરંતુ તમારી ધીરજ તમને સુગમ રસ્તા તરફ દોરશે અને વિષમ પરિસ્થિતિનો સામનો કરવામાં સહાયરૂપ થશે.

તુલાઃ આ સમયગાળો એવો છે જેમાં માત્ર અને માત્ર લોકો જ આપની તમામ બાબતો સાથે સંકળાયેલા હશે. આપના વ્યાવસાયિક કે અંગત સંબંધોના કેન્દ્ર સ્થાને લોકો જ હશે. આપની સફળતામાં પણ મુખ્ય ભૂમિકા લોકોની નિપુણતાની જ હશે, એવું ગણેશજી માને છે. આ બાબત આપની જનસંપર્ક માટેની આવડત વધારવામાં મદદ કરશે. આપની લોકપ્રિયતા અને ઉત્પાદકતામાં વધારો કરશે. નાણાંને લગતી બાબતોને ઘણું મહત્વ આપી શકશો.

વૃશ્ચિકઃ આ સપ્તાહે આપ કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. ગણેશજીની કૃપા આપની સાથે છે અને આપે આપની ઘણી સમસ્યાઓ ઉકેલી લીધી હોય તેમ લાગે છે. હવે આપ હળવાશ અને આસપાસ આનંદનો અનુભવ કરશો. આપના પ્રિયજનો પણ આ સમયે આપની સાથે આનંદ માણશે. આપ જે સંવાદિતા અને સંતુષ્ટિનો અનુભવ કરી રહ્યા છો તે માટે આપ આભારની લાગણી અનુભવશો.

ધનઃ તમને ઘણે રસ્તેથી ફાયદાઓ આવી મળે. તમારી આગળની મહેનતનું ફળ ભોગવવાનો આ સમયગાળો છે. આ અઠવાડિયે નાણાકીય બાબતો તમારા માટે મુખ્ય રહેશે. સંબંધો અને પ્રેમમાં વધુ હૂંફ ઉમેરાય અને તે મોટેભાગે નાણાકીય આવક વધવાથી થઈ રહ્યું છે. ઉત્તમ મનોરંજન માણવા મળે. સામાજિક જીવન વધુ ઉજ્જવળ બને અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. નાણાં, પ્રેમ, અને આધ્યાત્મિકતા આપનાં દ્વાર ખખડાવશે.

મકરઃ આપેલા વાયદાઓના પાલન અંગેની નિષ્ઠા સાથે કામના ભારણને પહોંચી વળવું તમારા માટે ઘણું પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે આ તમારા માટે અનપેક્ષિત નહોતું. તમે સખત મહેનત કરવાનું વલણ ધરાવો છો અને ખતરાઓ સામે ખેલવામાં માનો છો અથવા તો આવું વલણ તમારા ભાગ્યમાં જ લખાયેલું છે એવું પણ બની શકે છે એકંદરે આનંદ પ્રમોદથી ભરપુર સમય બની રહેશે.

કુંભઃ કોઇપણ વ્યક્તિને પ્રમાણિકતાથી ચાહે છે, પણ જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે ત્યાં માર ખાઇ જાય છે. ગયા સપ્તાહના અભ્યાસને આગળ ધપાવીને આપ લોકો સાથે વધુ સારી રીતે વાતચીત કેવી રીતે કરી શકાય તે શીખી રહ્યા છો. સ્વાભાવિક રીતે જ આપ ઋજુતા અને કોઇ દ્વારા લેવાતી આપની કાળજીનો આનંદ અનુભવી શકશો.ઘરમાં રિનોવેશન કે સમારકામ શરૂ થશે તેનું પણ ટેન્શન રહેશે.

મીન: છેવટે ફરી એક સપ્તાહ આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો. જેમાં ઘણી વ્યક્તિગત મુલાકાતો અને જોડાણો હશે. જો આપ અપરીણિત હશો તો આપના જીવનમાં પ્રેમનાં  આપની તરફ રૂખ કરે તેવી શક્યતા છે. આસપાસનાં વાતાવરણમાં ઘણો ઉત્સાહ હશે. જે સાહસ ખેડવા તૈયાર કરી શકે છે. આપ જીવનનો સંપૂર્ણ આનંદ લૂંટવા તૈયાર થઇ શકો છો.

You might also like