જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ ધારવા કરતાં ખૂબ ઝડપથી ભવ્ય સફળતાનો સ્વાદ માણશો. તમારામાંના ઘણા અનેક તીવ્ર ઇચ્છાઓથી લદાયેલા રહેશે. તમે વાજબી પ્રગતિ સાધશો અને દૂરંદેશીપણું વિકસશે. તમને પાછળ પાડવા માટેના કોઈ પણ પ્રયત્ન સફળ થશે નહીં. તમે જે ક્ષેત્રમાં છો તે વિશેનું નોલેજ અપ ટુ ડેટ રાખજો. મહેનત તમને મીઠાં ફળ ચખાડશે. તમારી આવડતનો ઉપયોગ લોકોને તથા પરિસ્થિતિને ઓળખવામાં કરશો.

વૃષભઃ નક્કી કરેલા પ્રોજેક્ટ સરળતાથી આગળ વધશે. સજાગ રહેશો તો અણધારી ઓફર સારું પરિણામ આપશે અને એ તમને અણધારી દિશામાં વાળશે. એનો લાભ તમને પછીનાં વર્ષોમાં મળશે. કંપનીના આધારે ઊભા રહેવા કરતાં સ્વબળે ઊભા રહેવાની કોશિશ કરો. ગણેશજી કહે છે કે તમારી બુદ્ધિમત્તાને વિકસાવવાની કોશિશ કરો. આર્થિક અને નાણાકીય બાબતે અણધારેલા મોટા સોદા પાર પાડશો.

મિથુનઃ નવી માહિતીઓ એકઠી કરતાં રહેશો અને નવા જૂનાં જ્ઞાનનો ઉપયોગ કરી તમે નોંધનીય પરિણામ મેળવશો. કાર્ય અમલમાં મૂકવાના નવા માપદંડ બનાવજો. રોજિંદાં કામની સાથે મહત્વની બાબતો પર ઘ્યાન રાખવાની કુશળતા જ તમારી સફળતાની ચાવી છે. આર્થિક અને નાણાકીય ક્ષેત્રે વિકાસ સાધશો. રોકાણ અને ધંધો વધારવા માટેનો શ્રેષ્ઠ સમય. તમને ઘણા ઓર્ડર અને ઓફરો મળશે. વિદેશથી સારા સમાચાર મળશે.

કર્કઃ આ સમયગાળો તમને દરેક પરિસ્થિતિમાં ટોચ તરફ લઈ જશે. આંતરિક સૂઝ પર ભરોસો રાખશો તો ઇચ્છા પ્રમાણે મેળવશો. સરળતા, યોગ્ય નિર્ણય અને પોતાની રીતે કામ કરવાની ક્ષમતા ઈચ્છિત ફળ મેળવવામાં ભાગ ભજવશે. આર્થિક અને નાણાકીય બાબતે નવા સોદા અને નવાં રોકાણ લાભદાયી રહેશે. આ સમયગાળામાં પ્રવાસ ઘણો કરવો પડશે. સારું આર્થિક વળતર પણ મળશે.

સિંહઃ આર્થિક સ્થિતિ સુધરે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. માનસિક ચિંતા હળવી બનતી જણાય. ભાગ્યોદયની તક મળી શકે છે. વિદેશ પ્રવાસને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વાહન ચલાવતાં કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. ગણેશજી કહે છે કે નોકરિયાતવર્ગને બદલી-બઢતીની શક્યતા જોવાઇ રહી છે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી.

કન્યાઃ તમારી ખરી શક્તિ બતાવવાનો સમય આવ્યો છે. વિશાળ દૃષ્ટિ અને સખત મહેનતથી ગ્રાહકને પ્રભાવિત કરવા જ પડે. તમારા પ્રભાવથી કંપનીનું વેચાણ વધશે. બઢતી કે પગાર વધારો પણ મેળવશો. નવા વિચારોથી છલકાતા રહેશો. જૂના અદાલતી કેસોનો ચુકાદો તમારી તરફેણમાં આવશે. તમારી મોટાભાગની યોજનાઓ અમલમાં મૂકવાના સંજોગો ઊભા થશે. નવા ઘ્યેય અને નવા દૃષ્ટિકોણ વિકસાવજો.

તુલાઃ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. રોજગારીની નવી તક મળી શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભયું બની રહે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક. વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. ભાગ્યોદયની તક મળી શકે છે.

વૃશ્ચિકઃ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. એકંદરે સમય શુભ સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. જરૂરિયાતમંદને મદદ થઈ શકે છે. રોજગારીની નવી તક મળી શકે છે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી. અભ્યાસમાં સફળતા મળે.

ધનઃ પોતાની જરૂરિયાતો વિશે તમે સ્પષ્ટ રહેશો. આંતરિક સૂઝ સારી યોજનામાં પરિણમશે. એનાં જ પરિણામ સ્વરૂપે તમે નવા સોદા અને લક્ષ નક્કી કરશો. અનેક કામ તમે બમણી ઝડપે પૂરાં કરશો. આર્થિક અને નાણાકીય બાબતે એકાદ બે રોકાણ માટે તૈયારી રાખજો. પ્રવાસો થકી તમને ભારે આર્થિક વળતર મળશે. મિલકતનાં ખરીદ વેચાણ, લીઝ કે ભાડે આપવી, લોન, ભંડોળ વગેરે પ્રવૃત્તિ ચાલશે.

મકરઃ આરોગ્યની કાળજી રાખવી. મનની મૂંઝવણ દૂર થતી જણાય. અટકેલાં કાર્ય પૂર્ણ થતાં જણાય. વાદ વિવાદથી દૂર રહેવું. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. નાણાકીય લેવડ દેવડમાં કાળજી રાખવી. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે.

કુંભઃ નવા લોકોના સંપર્કમાં આવીને તમે નવા વ્યવસાયની શરૂઆત કરશો. સમસ્યાઓ અને અવરોધોને ઓળંગવાની તીવ્ર ઈચ્છા તમને ઝડપથી આગળ ધપાવશે. અટપટા પ્રશ્નોનો વ્યવહારુ ઉકેલ લાવી શકશો. આર્થિક અને નાણાકીય બાબતે નવાં રોકાણ માટે પરિસ્થિતિ અનુસાર ઝડપી નિર્ણય લેજો. લગ્ન, યાત્રા, ધાર્મિક સ્થળોની રચના અને ધર્માદાનાં કાર્યો તમારો સમય અને પૈસા ખેંચી જશે. સમાજ તમારા પ્રયાસને વખાણશે.

મીન: નવાં સાહસોનાં પરિણામ મળશે. પરિસ્થિતિ કઠોર હોવા છતાં વિચારો દ્વારા લાભદાયી પરિણામ મેળવશો. વેપાર ક્ષેત્રે ચક્રો ગતિમાન થશે. આવડત વધશે. સત્તા મજબૂત થશે. નવી જવાબદારીઓ સાથે ઉચ્ચ હોદ્દો સંભાળશો. આર્થિક અને નાણાકીય ક્ષેત્રે સુધારાનો સમય છે. તમને અસ્થમા, પેટ કે પીઠની તકલીફ થવાનો સંભવ છે. મનગમતાં કામવાળી નવી નોકરીની આશા રાખી શકાય.

You might also like