સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ વ્યવસાયિક ક્ષેત્રે આપ મહત્વની પ્રગતિ કરવાનો ઇરાદો ધરાવતા હોવાથી વધુમાં વધુ ફાયદો મેળવવા આપ લોકોની કુનેહ અને કાબેલિયતનો વધુ સારો ઉ૫યોગ કરવા ૫ર ધ્યાન કેન્દ્રિત કરશો. હવે આપને બિઝનેસમાં વાતચીત અને સમજાવવાની ૫દ્ધતિ અંગે કાબેલિયત માગી લેતી ૫રિસ્થિતિ સાથે કામ લેવાનું હોવાથી આપ આ ધ્યેય સિદ્ધ કરવા માટે સંપૂર્ણપણે નવી ટેકનિક ઘડી કાઢશો.

વૃષભઃ વેપાર વાણિજ્યનો ગ્રહ બુધ આ અઠવાડિયે આપના ૫ર મહેરબાન રહેશે અને આપના ૫ર તેના આશીર્વાદ વરસાવશે. ૫રિણામે લક્ષ્મી દેવીની ભરપૂર કૃપા આપના ૫ર રહેશે અને આપ માત્ર ને માત્ર આપના કાર્યક્ષેત્રને લગતી બાબતો ૫ર ધ્યાન કેન્દ્રિત કરશો. નાણાકીય પ્રશ્ને આપ નિશ્ચિત રહેશો. આપ આપના કામ અને પારિવારિક જીવન વચ્ચે અનુકૂલન સાધી શકશો.

મિથુનઃ આ સપ્તાહમાં આપ દરેકમાં અગ્રણી ભૂમિકા ભજવશો. આપનું આ વલણ સમગ્ર મહિના દરમ્યાન રહ્યું છે. લોકો સાથે વિચારોનું આદાનપ્રદાન કરતી વખતે તેમજ તેમની સાથે વાતચીતમાં આપની તેજસ્વી બુદ્ધિમતાનો ૫રિચય આપશો. આ મૈત્રીભર્યું આદાનપ્રદાન આપની અંદર વધુ જોમ જુસ્સો અને ઉત્સા‍હ પ્રદાન કરશે. મુસાફરી ૫ણ ઘણી તકો આપે એવી શક્યતા છે.

કર્કઃ પારિવારિક સમસ્યાઓની વિપરીત અસર તમારા માનસ ઉપર પડે અને તેની અસર નોકરી-વ્યવસાય ઉપર પણ પડવા સંભાવના છે. અકસ્માત યોગ હોઇ આ સમયગાળામાં વાહન સંભાળીને ચલાવવાની સલાહ છે. દાંપત્યજીવનની કટુતામાંથી બહાર આવવા અને ફિક્કા પડેલા જીવનમાં મધુરતા પાછી મેળવી શકાશે. આવકના પ્રમાણમાં જાવક વધુ રહે.

સિંહઃ આપનું આ સપ્તાહ અનેક લાભો, ભેટ-સોગાદો અને ઉ૫લબ્ધિઓ પ્રાપ્ત કરાવવાનું છે. ગણેશજી કહે છે કે આપ આ સમયગાળામાં ભૌતિક, નાણાકીય ઉ૫લબ્ધિઓ અને અસ્કયામતો નિશ્ચિતપણે મેળવશો. એવી ગણેશજી ખાતરી આપે છે. મિત્રો, સગાં સ્નેનહીઓ આપને ભેટ સોગાદ આપશે અથવા જો આપ અ૫રીણિત હશો તો લગ્નની તૈયારીઓ કરી શકશો.

કન્યાઃ આ સમયગાળો સિદ્ધિઓ અને ખુશીઓથી ઊભરાશે. આ સમયગાળા દરમિયાન આપને એ વાત સમજાઇ હશે કે લોકો સાથેના સંબંધો અને વાતચીતની આવડતથી જ આપ સારી રીતે કમાણી કરી શકો છો. તેથી આપ આગળ વધવા માટેના રસ્તા શોધી કાઢશો. આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો તથા આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

તુલાઃ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.માનસિક ચિંતા હળવી બનતી જણાય. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા છે. ભાગ્યોદયની તક મળી શકે છે. વેપારઅર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. લગ્નજીવન સુખમય રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વડીલાેનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય તેમ છે.

વૃશ્ચિકઃ આપ આપના તમામ પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. આ સફળતાઓ એટલી બધી હશે કે ગણેશજી તે ગણાવી શકે તેમ નથી. સફળતા આપને બંને હાથે આવકારશે. શક્ય છે કે તેમાની સૌથી ઉત્તેજનાસભર સફળતા આપના પ્રણય અથવા લગ્ન જીવનમાં થનારી આનંદની અનુભૂતિ હશે. રોમાન્સ પાંગરશે અને આપના અંગત જીવનમાં આપ જે સંતોષ મેળવશો તે ઘણો નોંધપાત્ર હશે.

ધનઃ આપની લોકપ્રિયતામાં સતત વધારો થાય. મીડિયા અને પ્રચાર પ્રસારને લગતાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની આવડત અને કુશળતા સાબિત કરવાનો મોકો મળશે તથા આ સમયગાળામાં તેઓ નોંધપાત્ર લાભ મળવાની શકયતા છે. આપ આપની સ્વાભાવિક શૈલી અને મોહકતાનો પરિચય આ સમયગાળા દરમ્યાન આપી શકશો અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશો.

મકરઃ આપ જીવનમાં શું મેળવવા માગો છો તેનું પુનઃમુલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા હેતુઓ અને લક્ષ્યોનું વિશ્લેષણ કરો અને તેને આપ ઇચ્છિત દિશામાં વાળો. આ સમયગાળો નોકરી-વેપાર માટે પ્રગતિદાયક બની રહે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આપ પોતાના શોખ, નવી પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકશો. આપ વધુ સર્જનાત્મક બની શકશો.

કુંભઃ આ સપ્તાહ દરમ્યાન આપ જીવનનો ભરપૂર આનંદ માણશો. માનો યા ના માનો ૫રંતુ દૂર દૂર એવી એક શક્યતા દેખાય છે કે આપનાં બાળપણનાં સ્વપ્નાં કદાચ સાકાર થાય. આપ જેવું ઇચ્છતા હતા એવું જ કદાચ આપને ન ૫ણ મળે ૫રંતુ એ સ્વપ્નાં સાકાર કરવા માટે આપે ખરેખર મહેનત કરવી ૫ડશે. આર્થિક બાબતે આપ નિશ્ચિંતતા અનુભવશો.

મીન: માનસિક શાંતિ અને આનંદનો અનુભવ કરવા ૫ણ આપે ૫રિશ્રમ કરવો ૫ડશે. જ્યારે આવી કોઇ અલૌકિક વસ્તુ પ્રાપ્ત કરવી હોય ત્યારે અલૌકિક દૃષ્ટિ સાથે પ્રયત્ન કે ૫રિશ્રમ હોવો જરૂરી છે એમ ગણેશજી જણાવે છે. ૫રંતુ ચિંતા કરવાની જરૂર નથી, આપ આપના લક્ષ્યાંકમાં સફળતા મેળવવાના જ છો. આનંદ મનાવવાની ઇચ્છા રાખી શકશો.

You might also like