જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ સચોટ આયોજનના કારણે નાણાકીય ક્ષેત્રે ફાયદો મેળવશો અને તમારો સ્વભાવ આનંદિત રહેશે. ઊંચાં સપનાંઓ જોવાનું જરૂર ચાલુ રાખો પણ સપનાંઓને હકીકતમાં ઢાળવી માટે આવશ્યક કાર્યોથી દૂર ભાગશો નહીં. તમારે આપેલા વચનની પૂર્તિ માટે વધુ મહેનતની જરૂર જણાઈ રહી છે. તમે એકલપંડે જ સર્વસ્વ પ્રાપ્ત કરવાનું સપનું જોતા હો તો થોભો. ગણેશજી કહે છે કે સહકારી ધોરણે તમારા ધ્યેયો અને સપનાઓ પુરા કરી કરશો.  

વૃષભઃ તમે કેટલીક બાબતોમાં ભાગ્યને દોષ દેશો. કાર્યોમાં વિધ્નો આવવાને કારણે તમારા સ્વભાવમાં નિરાશાજનક સ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ છે. અકસ્માત યોગ હોઇ વાહનવ્યહારમાં સંભાળવું. પરિવારને તમારી છત્રછાયામાં સુરક્ષિતતાનો અહેસાસ થાય. દુરંદેશી દાખવીને એક મહત્વનો નિર્ણય લેતા તમે ભવિષ્યમાં આવનારી ગંભીર આફતમાંથી ઉગરી જશો. તમારામાં વ્યવસાયિક અભિગમ વધુ મજબૂત થાય.

મિથુનઃ આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને આપ જે પરિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે પણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે. આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે. ગણેશજી કહે છે કે તમારું નાણાકીય ચિત્ર કંઇક અંશે ઊજળું થશે તેમ છતાંય આર્થિક બાબતે અનિશ્વિત સ્થિતિ પ્રવર્તેલી રહેશે. તમારા સંબંધોને નવી ઊંચાઇ પ્રદાન કરી શકશો.

કર્કઃ તમારી યોજનાઓ અને આયોજનો ઘણાં જ સ્પષ્ટ હશે તો પણ તમારા વિચારો તમે બીજા ઉપર થોપવાની કોશિશ કરશો અથવા તમારા માર્ગે ચાલતા અન્યોની ટીકા કરશો તો નુકસાન તમારે જ સહેવું પડશે. વિરોધી મંતવ્યોને આવકારવા માટે મગજને હંમેશાં ખુલ્લું રાખો. તમે જેના પ્રેમમાં છો તેની સાથે જ મોટાભાગનો સમય વિતાવશો અને હંમેશાં તેના સાથ માટે આતુર રહેશો.

સિંહઃ ખર્ચ ઉપર કાબૂ રાખવો. સંતાનોના અભ્યાસ અને આરોગ્યની ચિંતા હળવી બનતી જણાય. રાજકીય તથા કાયદાકીય પ્રશ્નો હલ થતાં જણાય. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ મદદરૂપ થઇ શકે. નાણાકીય લેવડદેવડમાં સંભાળવું. સામાજિક ક્ષેત્રે જવાબદારી વધે અને પદમાં વધારો થઇ શકે છે. કુટુંબીજનો સાથે યાત્રા પ્રવાસનું આયોજન થઇ શકે. આરોગ્ય સુખમય રહે. ભૌતિક સુવિધામાં વધારો થતો જણાય.

કન્યાઃ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. નોકરી વેપારમાં ભાગ્યોદયની તક મળી રહે. એકંદરે દિવસ સાનુકૂળ રહે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. દિવસ વ્યસ્ત છતાં આવકમાં વૃદ્ધિ કરાવનાર બની રહે. જાહેરજીવનમાં જવાબદારીમાં વધારો થઇ શકે છે. ખોટી ચિંતા કરવી નહી. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળ અપાવા શકે છે. સંગીત-ધર્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઇ

તુલાઃ નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. વાહન,જમીનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નોકરી-વેપારમાં સમય પ્રગતિદાયક રહે. વિદેશપ્રવાસની શક્યતા નકારી શકાતી નથી. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. એકંદરે સમય શુભ. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે.

વૃશ્ચિકઃ તમારી આવકના પ્રમાણમાં થોડો ઘણો વધારો થઇ છે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. અભ્યાસ-સ્પર્ધામાં સફળતા મળે. પ્રયત્ન જરૂરી છે. કાર્યની ગતિ ઉત્તમ રહેશે. જીવનમાં ઉદાર મન તથા ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે. તમારા આચરણની લોકો પ્રશંસા કરશે. ધન-સંપત્તિના મામલા ઉકેલાશે.  વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે, નવા સંબંધ બની શકશે.

ધનઃ આપ માનવતાવાદી છો તેથી આપ પ્રેમપૂર્વક કામ કરી રહ્યા છો. તેનાથી આપ લોકોને વધારે વશ કરી શકશો. આપ આપની માન્યતાઓ અને વલણમાં સુરક્ષિત હોવાથી બીજા માટે સહાયરૂપ છો. અન્ય લોકો સાથે સુમેળથી કામ કરવાની આપની ક્ષમતા વધારશો. તમારામાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવશે. ભાગ્ય તમારો સાથ આપશે. માનસિક તણાવ દૂર થશે અને સંતોષની લાગણી અનુભવશો.

મકરઃ ગણેશજી આપને અહંકાર અને ગુસ્સા પર કાબૂ રાખવાનું જણાવે છે. કારણ કે એવી પણ શક્યતા છે કે આપ અત્યાર સુધી જે કંઈ મેળવ્યુ છે તે ગુમાવવાનો વખત આવે. આપની સર્જનાત્મક બુદ્ધિ વધુ તેજસ્વી બનશે અને આપના પ્રયત્નો આપની અપેક્ષા કરતાં અનેકગણું વધારે સારું પરિણામ આપશે. તેથી સ્વભાવિક રીતે જ આપ નાણા અને અન્ય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો. આપ ભરપુર શક્તિ અને ઉત્સાહ ધરાવો છો.

કુંભઃ નાણાકીય પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ છે. આપના નાજુક ખભા પર જવાબદારીનો ભાર આવી પડતાં એકાએક આપનું ઘર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયેલું જણાશે. અદમ્ય ઊર્જા અને ઉત્સાહ સાથે નવા પ્રોજેક્ટ્સ અને સાહસો પર કામ કરશો. વેપાર તથા ઘરેલુ બન્ને ક્ષેત્રે આપ ઉત્સાહથી કામ કરશો. આપની મુખ્ય ચિંતા પારિવારિક બાબતો સાથે જોડાયેલી હશે. ચિંતિત રહેવાને બદલે તમારા મગજને સમસ્યાઓના સમાઘાન શોધવામાં લગાડશો.

મીન: આ સમયગાળામાં આપ સફળતા અને લોકપ્રિયતાના શિખરે બિરાજશો. અનેક માર્ગેથી ધારણા બહારની અને આકસ્મિક રીતે સંપત્તિ અર્જિત કરશો. જે ગુણને કારણે આપ લોકોથી અલગ પડો છો તે છે તમારો ઉદારતાનો અભિગમ. આપ ફક્ત આપના અંગત પરિવારજનોની જરૂરિયાત પ્રત્યે જ નહી પણ આસપાસના સભ્યોની જરૂરિયાત પ્રત્યે પણ ચિંતિત રહેશો.

You might also like