સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમને તમારા છેલ્લાં થોડાં અઠવાડિયાંની પ્રગતિ અને આનંદમાં ઓટ જણાશે. અને તેનાથી તમને આઘાતનો અનુભવ થશે. તમે ન પહોંચી વળાય તેવી પૈસાની ખેંચ, કામનું દબાણ અને કૌટુંબિક માગણીઓને કારણે તમારી ચિંતામાં વધારો થશે. તેમ છતાં તમે શુભ આશા સાથે પ્રયત્નો ચાલુ રાખશો. તમારી ધીરજ સહિષ્ણુતાની આ કસોટી છે. બાળકો તમારી સાથે ઉષ્મા અનુભવશે. પ્રવાસ યોગ છે.

વૃષભઃ બુદ્ધિ અને વિવેકથી માન સન્માનની પ્રાપ્તિ થશે. ધાર્મિકતા તરફ ઝુકાવ આવશે, મન પ્રસન્ન રહેશે. પ્રેમમાં નિષ્ફળતા મળશે. ધનનો સંગ્રહ થશે. વૈભવ પર ધન ખર્ચ કરવો પડશે. પ્રેમ અને વિવાહના પ્રસ્તાવ આવશે. વાહનથી ચેતીને રહેવું. બેચેની રહેશે. અનાવશ્યક કાર્યની જવાબદારી રહેશે. બંધુ બાંધવોને સહયોગ પ્રાપ્ત થશે. ભાગ્યનો સહયોગ મળશે. સુખમાં કમી આવશે. માતાની તંદુરસ્તી ઓછી થશે. કાર્યસ્થળ પર સ્થિતિ મજબૂત થાય.

મિથુનઃ આ અઠવાડિયામાં તમે ઘણી વખત સમય-શક્તિની ખેંચતાણ અનુભવશો. નાણાકીય બાબતોમાં ગૂંચવાડો થશે. તે તમે તમારા બજેટમાં કાપકૂપ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી શકશો. આ ગૂંચવાડો મોટાભાગે તમારા વધુ પડતાં બજેટ ફાળવણીને લીધે હશે. સામાજિક જીવન અને સામૂહિક જીવનને લગતી સમસ્યાઓ સર્જાય. આ આખું અઠવાડિયંુ તમારું ફેરફારો અને એડજસ્ટમેન્ટનું છે. તમારા હિતચિંતક સ્વજનોની મદદ મળી રહેશે.

કર્કઃ દિવસ આનંદમય પસાર થઇ શકે છે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની કાળજી રાખવી. વાહન જમીન મકાનના પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા પ્રવાસનું આયોજન થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. આપને કોઇ કાયદાકીય પ્રશ્નો હોય તો તેનો ઉકેલ આવતો જણાય.

સિંહઃ તમે તમારા વ્યવસાયિક જીવનમાં તમારી મર્યાદાઓ જાણો છો અને તમે તેના વિશે ગંભીર પણે વિચાર્યું છે. તેથી વ્યવસાયિક પ્રગતિની આડે આવતી મુશ્કેલીઓને કઇ રીતે દૂર કરવી તે જાણો છો. કામની પ્રગતિ થાય અને પ્રમોશન મળવાની સંભાવના જણાય. પ્રેમ અને મિત્રતા તમને તાજગીનો અનુભવ કરાવશે. આંતરિક સુખ શાંતિનો અનુભવ કરશો. પાર્ટીઓ અને મેળાવડામાં તમે કંઇક લેવાને બદલે આપવાના મૂડમાં દેખાશો.

કન્યાઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે. તમારા મદદકર્તા મિત્રો તમને સધિયારો આપવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે. શત્રુઓ પર વિજય મળશે. વાહનથી સાવધાન રહેવું.

તુલાઃ આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. વાહન, જમીન, મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. હિતશત્રુઓથી સાચવવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જરૂરિયાતમંદોને મદદ થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્ય સાચવવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે.

વૃશ્ચિકઃ ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. બાંધવોથી કટુતા મળશે. મનોવાંછિત કાર્યોમાં વિલંબ. જેનાથી મન બેચેન રહેશે. શ્રમમાં સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી સાથે તાલમેલ વધશે. મકાન, ભૂમિ ખરીદવાની યોજના સફળ થશે. આવક સામાન્ય રહેશે.. સંતાન પક્ષમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળશે. ધાર્મિક કાર્યક્રમોમાં વ્યય થવાની સંભાવના છે.

ધનઃ આ અઠવાડિયું તમે નાણાકીય ખેંચ અનુભવશો. કામ બાબતમાં પણ થોડી નકારાત્મકતા પ્રવેશશે. પૂરતા પ્રયત્નો, પ્રબળ ઇચ્છા અને ધૈર્ય પૂર્વક વર્તીને તમે તમારા સહકર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. તમે તમારી ભૂલોને કબૂલશો. નવી અને રસપ્રદ વ્યક્તિ સાથે સંપર્ક થતા તમે તાજગી અને ઉત્સાહ અનુભવશો. કૌટુંબિક આનંદ પ્રમોદ મેળવી શકાય. જમીન મકાનની ખરીદી થઇ શકશે.

મકરઃ આવકમાં વૃદ્ધિ થશે મન પ્રફુલ્લિત થશે. સંતાનના શુભ સમાચાર મળશે. નોકરીમાં નવા પ્રસ્તાવો મળશે. લોખંડની ધાતુથી સાવધાન રહેશો. શત્રુ પ્રબળ રહેશે. ખર્ચ વધશે. વાદ વિવાદમાં ન પડવું. અજ્ઞાત ભય રહેશે. વેપાર વ્યવસાય ઉત્તમ રહેશે. વિવાહના પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. યશ, માન સન્માન મળશે. જીવનસાથી સાથે સામંજસ્ય વધશે. વૈભવ પર ખર્ચ વધશે. દેવું લેવાની આવશ્યકતા અનુભવશો. આકસ્મિક ધનલાભ થઇ શકે છે.

કુંભઃ અભ્યાસમાં સફળતા મળે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. કોર્ટ કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. માનસિક ચિંતા હળવી બને. નોકરીમાં ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વેપારમાં મોટા સાહસ થઇ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. નોકરી વેપારમાં સફળતા મળતી જણાય. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે.

મીન: માનસિક ચિંતા હળવી બનતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. સ્પર્ધા અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. નોકરીયાતવર્ગને પદોન્નતિ મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વાદ વિવાદથી દૂર રહેવું.

divyesh

Recent Posts

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે…

30 mins ago

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી…

37 mins ago

આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ…

39 mins ago

BRTSના સાડા પાંચ કિમીના કોરિડોરના કામમાં લાખોનો ગોટાળો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન સેવા ક્ષેત્રે દાયકાઓ જૂની એએમટીએસ ઉપરાંત બીઆરટીએસ બસ સર્વિસનો લાભ…

59 mins ago

BJPના સૌરાષ્ટ્ર-કચ્છના ઉમેદવારોનાં નામ આજે બંધ કવરમાં સીલ થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે અંતિમ દિવસે ગુજરાતની કચ્છ અને વિધાનસભા ચૂંટણીની પાંચ બેઠકો માટે મનોમંથન શરૂ થઈ…

1 hour ago

રાજ્યની તમામ 26 બેઠક પર મહિલા કોંગ્રેસે દાવેદારી નોંધાવી

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત મહિલા કોંગ્રેસમાં પણ થનગનાટ જોવા મળ્યો છે. રાજ્યમાં ૪૮…

1 hour ago