સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. બાંધવોથી કટુતા મળશે. મનોવાંછિત કાર્યોમાં વિલંબ થવાથી મન બેચેન રહેશે. શ્રમમાં સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી સાથે તાલમેલ વધશે. મકાન, ભૂમિ ખરીદવાની યોજના સફળ થશે. આવક સામાન્ય રહેશે. સંતાન પક્ષના શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળશે. ધાર્મિક કાર્યક્રમોમાં વ્યય થવાની સંભાવના છે. શત્રુઓ પર વિજય મળશે. વાહનથી સાવધાન રહેવું.

વૃષભઃ આ અઠવાડિયામાં તમે ઘણી વખત સમય-શક્તિની ખેંચતાણ અનુભવશો. નાણાકીય બાબતોમાં ગૂંચવાડો થશે. તે તમે તમારા બજેટમાં કાપકૂપ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરશો. આ ગૂંચવાડો મોટે ભાગે તમારા વધુ પડતાં બજેટ ફાળવણીને લીધે હશે. સામાજિક જીવન અને સામૂહિક જીવનને લગતી સમસ્યાઓ સર્જાય. આ આખું અઠવાડિયું તમારું ફેરફારોવાળું છે. તમારા હિતચિંતક સ્વજનોની મદદ મળી રહેશે.

મિથુનઃ તમારાં બાળકો, આશ્રિતો, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે. તમારા મદદકર્તા મિત્રો તમને સધિયારો આપવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે. પાર્ટીઓ અને મેળાવડામાં તમે કંઇક લેવાને બદલે આપવાના મૂડમાં દેખાશો.

કર્કઃ તમે તમારા વ્યવસાયિક જીવનમાં તમારી મર્યાદાઓ જાણો છો અને તમે તેના વિશે ગંભીરપણે વિચાર્યું છે. તેથી વ્યવસાયિક પ્રગતિની આડે આવતી મુશ્કેલીઓને કઇ રીતે દૂર કરવી તે જાણો છો. કામની પ્રગતિ થાય અને પ્રમોશન મળવાની સંભાવના જણાય. પ્રેમ અને મિત્રતા તમને તાજગીનો અનુભવ કરાવશે. આંતરિક સુખ શાંતિનો અનુભવ કરશો.

સિંહઃ આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. વાહન જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. હિત શત્રુઓથી સાચવવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જરૂરિયાતમંદોને મદદ થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્ય સાચવવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે.

કન્યાઃ અભ્યાસમાં સફળતા મળે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. કોર્ટ કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. માનસિક ચિંતા હળવી બને. નોકરીમાં ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વેપારમાં મોટા સાહસ થઇ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. નોકરી વેપારમાં સફળતા મળતી જણાય. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે.

તુલાઃ માનસિક ચિંતા હળવી બનતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. સ્પર્ધા અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. નોકરિયાતવર્ગને પદોન્નતિ મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વાદ વિવાદથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભ થઇ શકે. જમીન-મકાનની ખરીદી થઇ શકે છે.

વૃશ્ચિકઃ આવકમાં વૃદ્ધિ થશે મન પ્રફુલ્લિત થશે. સંતાનના શુભ સમાચાર મળશે. નોકરીમાં નવા પ્રસ્તાવો મળશે. લોખંડની ધાતુ સાવધાન રહેશે. શત્રુ પ્રબળ રહેશે. ખર્ચ વધશે. વાદ વિવાદમાં ન પડવું. અજ્ઞાત ભય રહેશે. વેપાર વ્યવસાય ઉત્તમ રહેશે. વિવાહના પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. યશ, માન સન્માન મળશે. જીવનસાથી સાથે સામંજસ્ય વધશે. વૈભવ પર ખર્ચ વધશે. દેવું લેવાની આવશ્યકતા અનુભવશો.

ધનઃ દિવસ આનંદમય પસાર થઇ શકે છે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની કાળજી રાખવી. વાહન જમીન મકાનના પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. અભ્યાસમાં સફળતા. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય.

મકરઃ તમને તમારા છેલ્લાં થોડાં અઠવાડિયાંની પ્રગતિ અને આનંદમાં ઓટ જણાશે. અને તેનાથી તમને આઘાતનો અનુભવ થશે. તમે ન પહોંચી વળાય તેવી પૈસાની ખેંચ, કામનું દબાણ અને કૌટુંબિક માગણીઓને કારણે તમારી ચિંતામાં વધારો થશે. તેમ છતાં તમે શુભ આશા સાથે પ્રયત્નો ચાલુ રાખશો. તમારી ધીરજ સહિષ્ણુતાની આ કસોટી છે. બાળકો તમારી સાથે ઉષ્મા અનુભવશે. પ્રવાસ યોગ છે.

કુંભઃ આ સપ્તાહમાં ૫ણ આપનો સારો સમય ચાલુ જ રહેવાનો છે. માત્ર સવાલ ઘણા બધાં કામોને ૫હોંચી વળવાનો છે. આપેલા વાયદાઓના પાલન અંગેની નિષ્ઠા સાથે તમારા ઉપરના કામના ભારણને પહોંચી વળવું તમારા માટે પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે તમારા માટે આ સાવ અનપેક્ષિત પણ નહોતું. એક છેડેથી બીજે છેડે કામની દોડાદોડ વચ્ચે ૫ણ આપનો આનંદી સ્વભાવ કામ કરવામાં આપને મદદ કરશે.

મીન: આ અઠવાડિયું તમે નાણાકીય ખેંચ અનુભવશો. કામ બાબતમાં પણ થોડી નકારાત્મકતા પ્રવેશશે. પૂરતા પ્રયત્નો, પ્રબળ ઇચ્છા અને ધૈર્ય પૂર્વક વર્તીને તમે તમારા સહકર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. તમે તમારી ભૂલોને કબૂલશો. નવી અને રસપ્રદ વ્યક્તિ સાથે સંપર્ક થતા તમે તાજગી અને ઉત્સાહ અનુભવશો. કૌટુંબિક આનંદ પ્રમોદ મેળવી શકાય.

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

1 day ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

1 day ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

1 day ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 day ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

1 day ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

1 day ago