જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ નવી યોજનાઓના સંદર્ભે પ્રક્રિયાઓ, નવા મિત્રો સાથે તમે જોડાશો. સામાજિક રીતે તમે લોકો માટે આશાસ્‍૫દ રહેશો, પ્રશંસાપાત્ર પણ રહેશો. વૃદ્ધિ કે ૫રિવર્તનનો આ સમયગાળો ઘણે ભાગે ભૌતિક સ્વ‍રૂપે દેખાશે. નવા વ્યક્તિગત સંબંધો, વaલણોમાં ફેરફાર અને મનગમતો વિકાસ પ્રેમ કે ઉત્તેજના લઇને આવશે. આર્થિક દષ્ટિએ પણ આ સમયગાળો આપને ચોક્કસ લાભકર્તા સાબિત થશે એમ લાગી રહ્યું છે.

વૃષભઃ લોકોની સમસ્યાઓનો નિકાલ કરવાના ઉદ્દેશ્યોથી એમની પાસેથી જે લીધું છે, એનાથી બમણું આપવાની તત્પરતા તમે દેખાડશો. પ્રેમ અને નિકટતા તેના ઉચ્ચ સ્તરે પહોંચશે. આ તબક્કામાં આપ પ્રેમના પ્રવાહમાં તણાઇ જશો. છેલ્લા થોડા સમયમાં આપના જીવનમાં આવેલી શુષ્કતા દૂર થશે અને હવેનો સમયગાળો ઉત્તેજનાસભર રહેશે. નવો પ્રોજેક્ટ શરૂ કરતી વખતે આ તબક્કામાં આપ અલગ પ્રકારનો ઉત્સાહ અનુભવશો.

મિથુનઃ નવા હેતુઓ અને લક્ષ્યાંકો તથા જવાબદારી સ્વીકારવાની આપની સ્વેચ્છાને કારણે આપના પારિવારિક તથા લગ્ન જીવનમાં શાંતિ પ્રસરશે. આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે આપ ફળિભૂત થતી પણ જોઈ શકશો. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે પણ તૈયાર રહો. આપ ભરપૂર શક્તિ અને ઉત્સાહ ધરાવો છો. તેથી આગળ વધવા તૈયાર થઇ જાવ. આપ આપના ધ્યેય તરફ આગળ વધી શકશો. સફળતાને પોતાની પર હાવિ ન થવા દેશો.

કર્કઃ આપના માટે નવા અને પ્રેરણાદાયી નોંધપાત્ર ફાયદાઓ સંગ્રહાયેલા છે. પારિવારિક અને સામાજિક બાબતો તેમ જ કોઇ મોટો પ્રશ્ન આપના મન પર ચિંતાનો બોજો લાદશે. જોકે ઓફિસમાં આપનો પ્રોજેક્ટ પૂરો થઇ જતાં હાશકારો અનુભવશો. સુમેળ સાધવાની તેમજ કુનેહપૂર્વક વર્તવા જરૂર છે તેમજ ઉતાવળ ન કરવાની સલાહ છે. આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય ન લેશો.

સિંહઃ આપ પથદર્શકથી સમાજ સુધારક બનવાના માર્ગ તરફ આગળ વધી રહ્યા છો. આ લડાયક જુસ્સામાં આપ ગૂઢ ગહન શાસ્ત્રો તરફ આકર્ષાશો. કોઇ એક ક્ષેત્રમાં નિપુણતા તથા વધારાનું જ્ઞાન મેળવવા આપ આગળ વધુ અભ્યાસ કરો તેવી શક્યતા છે. અશકય પાછળ ન દોડવું બહેતર રહેશે અને આપ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમર્થ છો. પ્રિયજનના વિરોધનો સામનો કરવા આ સપ્તાહમાં તમારે તૈયાર રહેવું પડશે.

કન્યાઃ વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે. આપની મોહકતા કુનેહ તથા ઔચિત્યમાં રહેલી છે. લોકો આ વાત માનશે અને આપનામાં વિશ્વાસ મૂકશે. તેથી ગંભીરતા જાળવી રાખો. પ્રેમ અંગેની તમારી ઇચ્છાઓ ફળીભૂત થાય અને પ્રેમમાં
તમને રોમાંચકતા તેમજ હૂંફનો અનુભવ થઇ શકશે. તમારાં દરેક પાસાં કે વલણોમાં તમે સુધારાની સંભાવના સારી રીતે જોઇ તેમજ અનુભવી શકશો.

તુલાઃ તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થતાં તમારામાં સહનશીલતા તેમજ રોમાંચના ગુણોમાં વધારો થાય. મેળાવડાઓ અને સમાજિક પ્રવૃત્તિઓ તમને વધુ આકર્ષિત કરે. આ તબક્કા દરમિયાન આપનો હિંમત, સાહસિક વૃત્તિ અને નીડરતાભર્યો સ્વભાવ બહાર દેખાશે. આપ આપનો આ વિશિષ્ટ લાક્ષણિકતાઓનો ઉપયોગ બિઝનેસ, પ્રણય, ઘર અને ઓફિસની બાબતોમાં એક સરખી રીતે કરી શકશો.

વૃશ્ચિકઃ સંઘર્ષ તો થશે પરંતુ વધુ પ્રસરી નહીં શકે. કાર્યક્ષેત્રમાં કાર્ય અને આનંદ વચ્ચે સંતુલન રહેશે. આપ સ્વવિકાસ માટે કાર્યરત છો અને તે દેખાઇ આવે છે. આપ કેન્દ્ર સ્થાને છો અને પોતાની દુનિયા સાથે સુમેળ ધરાવો છો. આપ કોઈ પાસેથી જેટલું લેશો તેનાથી વધારે આપ આપી શકશો. આપ આપનાં સપનાં હવે પૂરાં કરવાની મથામણમાં છો ૫રંતુ તેના માટે આપે હવે થોડી ધીરજ પણ ધરવી ૫ડશે.

ધનઃ આ બધું અચાનક જ નહીં બને. તે તેના યોગ્ય સમયે જ બનશે. તમારા અભિગમનું અને દરેક બાબતોનું મૂલ્યાંકન કરવા માટે આપે શાંતિથી, ઠંડા દિમાગથી અને શાણપણથી વિચારવાની જરૂર પડશે. શંકાઓ અને નિરાશાનું સ્થાન હક્ક અને ફરજો લઇ લેશે જેને આપ સમાન ભાવે ઇચ્છતા હતા. આ સમયગાળો વળતર અપાવનારો બની રહેશે. આપ સૌથી સારો દેખાવ આપ ચોક્કસ કરી શકશો.

મકરઃ ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમિયાન માણશો. પ્રવાસ પણ થવાની પણ શક્યતા છે. લાંબા ગાળાનાં કેટલાક પ્રશ્નોના ઉકેલ આવવાની શક્યતા છે.વ્યાવસાયિક કે વ્યક્તિગત ક્ષેત્રે નવા સંબંધો નજીકના ભવિષ્ય બંધાય તેવી સંભાવના છે.જેમાં સગાઇ થવાની પણ શક્યતા છે. પારિવારિક સંબંધો તમારા માટે વધારે અગત્યના બની રહેશે. કૌટુંબિક સમસ્યાઓનો નિવેડો આવશે.

કુંભઃ લોકો સાથે આ૫ સહાનુભૂતિથી વર્તશો અને ભૌતિક સુખ તથા આધ્યાત્મિકતા વચ્ચે સુમેળ સાધી શકશો. આપનાં સ્વજનો ૫ણ આપના સ્વભાવમાં આવેલું ચમત્કારિક ૫રિવર્તન અનુભવશે. નોકરી ધંધામાં ફાયદો થશે. આર્થિક સમસ્યાઓ હળવી થશે અને કમાણીના નવા સ્રોત ઊભા થશે. અધૂરાં કામો અને નવાં કામો આરંભી શકશો. આપના ઘરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ ઊભું થશે.

મીન: સેવાનાં કામોમાં રસ દાખવી શકશો. તમારી લોક ચાહનામાં વધારો થાય અને નવા સંબંધ સ્થપાય. આ નવા સંબંધો સામાજિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વના પુરવાર થશે. સફળ માણસ તરીકે ઊભરી આવશો. આ સમયે તમારે સ્વસ્થ અને એકાગ્ર રહેવાની જરૂર છે. દરેક ઘટનાઓ કે દુર્ઘટના વખતે તમારી જાત ઉપર ભરોસો રાખો. આરાધ્ય દેવ ઉપર શ્રદ્ધા રાખવાથી આપનું કાર્ય સિદ્ધ થઇ શકશે.

You might also like