સાપ્તાહિક રાશિ ભવિષ્ય: 9 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી

મેષ: આપ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. સ્વાભાવિક રીતે જ જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર જોવા મળશે. આપના કાર્યસ્થળે ટીકા-ટિપ્પણી પાછળ રહી જશે અને આપણનું માયાળુ વર્તન બધા પર જાદુઇ અસર કરશે. વ્યસ્ત રહેવા માટે તૈયાર રહો. આપ વાતચીતમાં ઘણા પ્રતિભાશાળી બની શકશો. વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે. આપની મોહકતા, કુનેહ તેમજ ઔચિત્યમાં રહેલી છે.

સિંહ: આ નાણાકીય પ્રવૃત્તિનું સપ્તાહ છે. આપ નવા પ્રોજેકટ શરૂ કરવા અથવા જૂના પ્રોજેકટને નવેસરથી શરૂ કરવા લોન કે ફંડ લેવાનું વિચારો તેવી શકયતા છે. આપ જાણો છો કે નાણાકીય સદ્ધરતા સમૃદ્ધિ માપવાની પારાશીશી છે. કામમાં નવીનતા લાવી શકાશે. નવા સંબંધો બાંધવામાં આપ શિખરે પહોંચી શકશો. મોજ-મજા અને મનોરંજનનું પ્રમાણ વધે. આપનો દૃષ્ટિકોણ સાચો સાબિત થશે. આપના માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઇ શકશે.

ધન: તમારી આસપાસના અને તમારી હરોળના લોકો તમારી આગળ નીકળી ગયા હોવાની લાગણી તમને અસંતુષ્ટ બનાવે. આવકમાં નોંધપાત્ર વધારો થાય. તમારા જૂના અભિગમ અને વિચારોને તમે ફગાવીને જાતને જીત માટે તૈયાર કરવા નવા વિચારો અપનાવશો. આ તબક્કે ઘણી સારી તકો તમારી રાહ જોઇ રહી છે અે વાતમાં મીનમેખ નથી. તકોને તમારા ખિસ્સામાં સેરવી લો. તે તમારા ભવિષ્યને આકાર આપવામાં નિર્ણાયક બનશે.

વૃષભ: આ સપ્તાહે આપ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રોની પ્રવૃત્તિઓમાં સતત વ્યકત રહેશો. અચાનક જ આપનંું નસીબ જાગે તેવી શકયતા છે. નાણાં, પ્રેમ અને આધ્યાત્મિકતા આપના દ્વાર ખખડાવશે. ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યના ધ્યેય સાથે આપ જીવનને વધુ સ્પષ્ટતાથી જોઇ શકશો. સફળતા હાથવેંતમાં હોય તેમ જણાશે અને આપણી આશાઓ પણ વધશે. કૃતજ્ઞતાની તીવ્ર લાગણી આપને આશીર્વાદ સમાન અનુભવાશે.

કન્યા: પારિવારિક પ્રસંગો આપને વ્યસ્ત રાખે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. છેવટે ફરી એક સપ્તાહ આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો. જેમાં ઘણી વ્યકિતગત મુલાકાતો અને જોડાણો હશે. જો આપ અપરિણીત હશો તો આપના જીવનમાં પ્રેમ આપની તરફ રૂખ કરે તેવી શકયતા છે. આસપાસના વાતાવરણમાં ઘણો ઉત્સામહ હશે જે સાહસ ખેડવા તૈયાર કરી શકે છે. રમતગમત, સાહસ, ફુરસદ આ બધાને કારણે સપ્તાહ આનંદદાયક પુરવાર થાય.

મકર: આપના ખરાબ વાણી વ્યવહારને કારણે તે લાભો મળતા અટકી ન જાય તે આપે જોવાનું રહેશે. આ સમયગાળામાં તમે બોલવાનું બને એટલું ઓછું કરો અને બની શકે તો આત્મપ્રશસ્તિથી દૂર રહેશો તો આગામી ભવિષ્યમાં ઉત્તમ ફળ મેળવી શકશો. ધીજ એક એવો ગુણ છે જેના વડે એક બાળક અને પુખ્ત ઉંમરની વ્યકિત વચ્ચેનો તફાવત પારખી શકાય છે તેથી આ સમયગાળો સાચવી લેવાની જરૂર છે.

મિથુન: ગયા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ ક્રિયાશીલતા અને વિકાસ મુખ્ય બાબત બની રહેશે. આપ ફરી પ્રવાસ માટે તૈયાર થશો અને તે ફરી આધ્યાત્મિક હોઇ શકે છે. આ બાબતે આપ અધૂરા પગલાં નહીં ભરો. કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. આપ લોકો સાથે ઊંડાણપૂર્વક વાત કરી શકશો. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા અને જેમની સાથે જીવનમરણના કોલ લેવા તૈયાર હતા તેમાં તમને સફળતા મળશે.

તુલા: આ સમય ભૌતિક ધ્યેયો માટે કામરવાનો તેમજ વ્યકિતગત રીતે નવા સાહસોમાં ઝંપલાવવાનો છે. આપનાં તમામ કાર્યો સ્વયં સ્ફૂરણા અને અંતદૃષ્ટિથી પ્રેરિત હશે. આ સમયમાં તમામ કાર્યોને તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વેગવાન બનાવશે. પારિવારિક બાબતોમાં પણ આપના અભિગમ અને વલણમાં આવેલો આ ફેરફાર નજરે ચઢે તેવો હશે. આ સમયમાં આપ પરિવાર તરફ પુષ્કળ પ્રેમ, જવાબદારી અને દરકાર દાખવશો.

કુંભ: શંકાઓ અને નિરાશાનું સ્થાન હક્ક અને ફરજો લઇ શકે છે. જેને આપ સમાન ભાવે ઇચ્છતા હતા. આધ્યાત્મિક સમયગાળો વળતર અપાવનારો બની રહેશે. આ સમયે આપ સૌથી સારો દેખાવ કરી શકો તેવી સંભાવના જોવા મળી રહી છે. આપે માથે લીધેલા કેટલાક કામ હજુ અધૂરા છે અને આપની આવક કરતાં જાવક વધી શકે તેમ છે.  આ સમયગાળામાં આપનામાં મેળવવા કરતાં આપવાની વૃત્તિમાં વધારો થશે તેમ લાગી રહ્યું છે.

કર્ક: આ સપ્તાહે આપ વ્યસ્ત રહેશો. ટૂંકી મુસાફરી, જોડાણો અને પત્રવ્યવહાર થઈ શકે છે અને ગણેશજી આપને આપના મનોવલણ પર અંકુશ રાખવા માટે ચેતવે છે. આપમે વધુ સચોટ બનવાની જરૂર છે. હિમશીલા જેવા કઠોર બની રહેવાથી પ્રગતિ નહીં થાય. આગળ વહેવા માટે પીગળવું પડશે. ગણશજીની સલાહ છે કે શરમ અને ગભરાટ દૂર કરવા માટે આ યોગ્ય સમય છે.

વૃશ્ચિક: આ સપ્તાહે આપ વ્યસ્ત રહેશો. ટૂંકી મુસાફરી, જોડાણો અને પત્ર વ્યવહાર થઇ શકે છે. આપે વધુ સચોટ બનવાની જરૂર છે. હિમશીલા જેવા કઠોર બની રહેવાથી પ્રગતિ થઇ શકશે નહીં. આગળ વહેવા માટે પીગળવું પડશે. ગણેશજીની સલાહ છે કે શરમ અને ગભરાટ દૂર કરવા માટે આ સમય બિલકુલ યોગ્ય છે. બહાર નીકળી, મનોરંજન, ખરીદી, આનંદ અને પાર્ટીમાં આપની જાતને પ્રવૃત્ત કરી શકશો.

મીન:  આ સપ્તાહ નવી કલાઓ, વૈચારિક પ્રક્રિયા અને ટેકનિકોનું છે. આપ અજાણ્યા રહસ્યો પાછળ આકર્ષશો. આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવાના પ્રયત્નો કરવા પડશે. તે સાચા, તેમજ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે. વિકાસ વ્યાપકરૂપે તમારા જીવન સાથે જોડાઇ શકશે. આ સમયગાળામાં નવા પ્રેમસંબંધો બંધાઇ શકે છે. તમારે અન્યોની ટીકામાંથી બચવાની અને વધુ પડતુું જડ વલણ ન દાખવવાની ગણેશજી સલાહ આપે છે.

You might also like