સાપ્તાહિક રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : તમે બીજાનાં કલ્યાણ કરતાં તમારી પોતાની પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરશો. અને એ રીતે આ અઠવાડિયામાં તમારામાં બદલાવ આવશે. તમે થોડા વધુ સ્વકેન્દ્રી બનશો અને દુનિયા વિશે વિચારવા કરતા તમારા પોતાના માટે કશુક કરવું જોઈએ એ વાતની તમને અનુભુતિ થાય. તમે દુનિયા સમક્ષ તમારી ખરી ક્ષમતાનો પરચો બતાવવા માટે ઉત્સુક બનશો. વળતરમાં વૃદ્ધિ થાય કે નોકરીમાં બદલાવ આવે. કદાચ સાવ નોખા પ્રકારનું કામ પણ તમે સ્વીકારો.

વૃષભ (બ,વ,ઉ) : તમને બુધ જીવનધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થાય. તમે આંતરિક ઊર્જાની અનુભુતિ કરશો. આ તબક્કે તમે વધુ પડતા રોજિંદાં અને ભૌતિક જગતનાં કંટાળાજનક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે નોકરી ધંધાના સ્થળે અતિમાનવ બનવાના પ્રયત્નો સાથે સખત મહેનત કરશો. આનંદપ્રમોદ અને ઇતરપ્રવૃત્તિ માટે આ તબક્કે તમારી પાસે સમયનો અભાવ રહેશે. તમારા માટે આ સમયગાળો સખત અને સંનિષ્ઠ મહેનતનો રહેશે.

મિથુન (ક,છ,ઘ) : તમે આરામની અપેક્ષા રાખો છો પણ તમારું મગજ તમને સતત વ્યસ્ત રાખશે. તમારા મસ્તિષ્કમાં વિચારોનું ઘોડાપુર ઊમટી રહ્યુ છે. તમને નોકરી વ્યવસાયમાં ફાયદો અને તમારા આનંદમાં વૃદ્ધિ થાય. તમે આનંદપ્રમોદની અપેક્ષા રાખશો અને નાણાપ્રવાહમાં પણ વધારો થાય એવા પ્રયત્નો ચાલુ રાખશો. તમારી ઘરેલું જવાબદારીઓ પૂરી કરવા તમે વધારાના પ્રયત્નો હાથ ધરશો. વડીલ, પરિવારજન કે સબંધીની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાં તમે ઘણો સમય વ્યસ્ત રહેશો.

કર્ક (ડ,હ) : તમારા માટે ઉમદા સમયગાળાની આ શરૂઆત છે અને આવનારા બે સપ્તાહ તમારા માટે બહુ શુકનવંતા સાબિત થાય. આ સમયગાળામાં તમે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરવા માટે સક્ષમ બનશો. ગણતરીપૂર્વકનાં જોખમો ખેડીને તમારે જે મેળવવું છે તે તમે અંગત અને વ્યવસાયિક જીવનમાં મેળવીને જ જંપશો. બુધને મસ્તિષ્કના ચેતાતંત્ર સાથે ખાસ જોડાણ હોવાથી તમને દરેક ક્ષેત્રમાં ફાયદો કરાવે.

સિંહ (મ,ટ) : તમે લોકોના આદર્શ સ્થાને બિરાજશો. વાસ્તવિક પ્રેરણા, ખરું ડહાપણ અને કોઠા સૂઝ તમને જીવનમાં આગળ ધપાવે. તમારી સંપત્તિમાં ઘણો વધારો થાય અને તમારી પ્રવૃત્તિનું ફલક પણ વિસ્તરે. તમે દરેક ક્ષેત્રે આગળ વધશો અને તમારી વૈચારિક પ્રક્રિયા અને જીવનપદ્ધતિથી લોકો આકર્ષાય. તમારી ભાવનાઓ ઉદ્દાત અને ઉચ્ચ રહેશે. તમારામાંથી સેવાની ખરી ભાવના પ્રગટ થાય. તમે સ્વબળે તમારી કાર્યક્ષમતામાં વધારો કરવામાં સફળ થશો.

કન્યા (પ,ઠ,ણ) : તમે જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા ઝંખો છો. તમારી આ ઝંખનાને વાસ્તવિક રૂપ આપવા માટે તમે જુદા વલણને અપનાવશો અને તમારા ખભે વધુ જવાબદારીઓ ઉઠાવશો. તમારી અંગત અને વ્યવસાયિક જિંદગીમાં તમે હકારાત્મક અભિગમને અને સાચી મનોદશાને પ્રાધાન્ય આપશો. તમે વિસ્મયકારક પરિણામો આપવા માટે તમારી જાતને તૈયાર કરશો. તમારા આયોજનો વ્યવક્તિગત ઉપલબ્ધિઓ અને પારિવારિક સુખાકારીને લગતા રહેશે.

તુલા (ર,ત) : આ સંવેદનશીલ તબક્કે તમે તમારા સ્વભાવ અને ઇરાદાઓ વચ્ચે તાદાત્મ્ય સાધશો. આ સમયગાળામાં વાસ્તવિક આનંદની તમારી ખોજ માટે તમને ઘણી તકો આવી મળે. તમે શાંતિ, સદ્દભાવ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધશો. આ સમયગાળો આરામ અને મિત્રો સાથે આનંદપ્રમોદનો પણ રહેશે. તમે સમૂહ પ્રવૃત્તિઓમાં આનંદપૂર્વક જોડાશો. ઘણા નવા વિચારો અને સાહસો તમારા મગજમાં આકાર લેશે.

વૃશ્ચિક (ન,ય) : આ સમયગાળાનો વિષય પારિવારિક સંબંધો, પ્રેમ સંબંધો અને જોડાણો રહેશે. તમે તમારા પરિવારના દરેક સભ્યની વિવિધ લાક્ષણિકતાઓ ઉપર ધ્યાન આપશો. તમે જેને પ્રેમ કરો છો અને તમે જેને આત્મસાત કર્યા છે તે તમારા હૃદયની વધુ નજીક આવશે. લાંબા ગાળાની મૈત્રી બંને પ્રેરણા અને સહભાગિતાનો સ્ત્રોત બની રહેશે. સફળ પ્રવાસની પણ સંભાવનાઓ સૌથી વધુ રહેલી છે.

ધન (ભ,ધ,ફ) : કામ અને સામાજિક જવાબદેહીની બાબતમાં તમારા ભાગે ઘણુ આવશે. અને તે પૂરી કરવા માટે તમે પ્રયત્નો અને વિચારો બંનેની જરૂરિયાતનું મહત્વ સમજશો. નાણાકીય બાબતોમાં, તમારા નફાના પ્રમાણને વધારવા માટે તમે સાહસિક જોખમો ઉઠાવશો. આ સમયગાળામાં આનંદપ્રમોદ, કામ અને વ્યસ્ત પ્રવૃત્તિનું સુખદ સંયોજન રચાશે. ઘણી અફડાતફડી મચશે. જોકે તે બધી તમારે લેખે લાગશે. જીવનમાં પ્રેમસંબંધનાં નવાં સમીકરણો રચાય.

મકર (ખ,જ) : આ સમયગાળામાં તમારી તાસકમાં એટલું બધું પડ્યું હશે કે તમે પચાવી શકશો એ કરતા વધારે એંઠુ મૂકશો. આ તબક્કે તમારે ખુલ્લા અને છુપા તણાવો સાથે કામ પાર પાડવું પડશે. કાર્યસ્થળે તમારી સામે બળવાની કે એવા પ્રકારના વિદ્રોહની સંભાવના પણ રહેલી છે. સહકર્મીઓ તરફથી તમને દગો થઈ શકે અને તમારી છુપી વેદનામાં વધારો થાય. તમને એક ક્ષણ થાય કે આ બધુ જેમ્સ બોન્ડની ફિલ્મો જેવું છે પણ જોકે તેમ છતા તે વાસ્તવિક જીવનમાં છવાયેલું રહેશે.

કુંભ (ગ,શ,સ) : આ સમયમાં તમારા વિકાસ સાથે જોડાયેલી ઘણી ગતિવિધિઓ આકાર લે. તમે પ્રતિબદ્ધ, સૌમ્ય, જવાબદેહી અને આદરપાત્ર બની રહેશો. તમે રોમાંસથી ભરેલા હોવા છતાં જીવનમાં સ્થિર થવાની તમારી ઝંખના વધુ પ્રબળ બને અને તમારા ખરા વ્યક્તિત્વનો લોકોને પરિચય મળે. આ જીવનમાર્ગ અપનાવતા તમે વધુ આનંદની અનુભુતિ કરશો અને વધુ એકાગ્ર બનશો. ઘરેલુ બાબતોમાં તમારી રુચી વધે અને ઘર, પરિવાર અને પ્રોપર્ટીમાં તમારો મોટાભાગનો સમય પસાર થાય.

મીન (દ,ચ,ઝ,થ) : આ સમયગાળામાં તમારા વિકાસ સાથે જોડાયેલી ઘણી ગતિવિધિઓ આકાર લે. તમે પ્રતિબદ્ધ, સૌમ્ય, જવાબદેહી અને આદરપાત્ર બની રહેશો. તમે રોમાંસથી ભરેલા હોવા છતાં જીવનમાં સ્થિર થવાની તમારી ઝંખના વધુ પ્રબળ બને અને તમારા ખરા વ્યક્તિત્વનો લોકોને પરિચય મળે. ઘરેલુ બાબતોમાં તમારી રુચી વધે અને ઘર, પરિવાર અને પ્રોપર્ટીમાં તમારો મોટાભાગનો સમય પસાર થાય.

You might also like