સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃઆ સપ્તાહ દરમિયાન નાણાકીય બાબતોને વધારે મહત્વ આપશો, આ કામ આપની કલ્‍૫નાશીલતા માગી લેશે. ૫રંતુ આ૫ તેનું સારી રીતે સંચાલન કરી શકશો. મિત્રો સાથેનો આપનો વ્યવહાર સલુકાઇભર્યો હશે. આપ કોઇની લાગણી નહીં દુભાવો. ગણેશજી આ બધાની અતિશયોક્તિ ન થાય તેનું ધ્યાન રાખવા અને આરોગ્ય સંભાળવા જણાવે છે. આપ સ્વવિકાસ માટે કાર્યરત છો અને તે દેખાઇ આવે છે.
વૃષભઃશું બોલવું અને તે કયા સમયે બોલવું તે આપ સારી રીતે જાણો છો. આપ સુમેળભર્યો સ્વભાવ ધરાવો છો. આપનો દૃઢ નિર્ણય અને લક્ષ્ય યોગ્ય સ્થાન ૫ર છે. પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. આપને ધન લાભ થઇ શકે છે. ના, કોઇ લોટરી નથી લાગવાની પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે. તેનો આનંદ પણ ઘણો ઊંડો અને વધુ નિર્મળ હશે.
મિથુનઃ સફળતાને પોતાની પર હાવિ ન થવા દેશો. આત્મવિશ્વાસ અને વધુ પડતા આત્મ વિશ્વાસમાં ઘણો તફાવત છે. આપ સૌથી સારું પ્રદર્શન કરી શક્યા હો તેનો અર્થ એવો નથી કે જેમનું પ્રદર્શન નબળું હોય તેની ટીકા કરવી. ગણેશજી આપને સુમેળ સાધવાની, કૂનેહપૂર્વક વર્તવાની અને ઉતાવળ ન કરવાની સલાહ આપે છે. આપ લાલચમાં આવીને ખોટા
નિર્ણય લો તેવી શક્યતા છે. તેથી લાલચથી દૂર રહો.
કર્કઃઆ સપ્તાહ ઘણું અદભુત છે અને હોવું જ જોઇએ. આપ ઘણી ઝડપી પ્રગતિ સાધી શકશો. અને આપના સખત પ્રયત્નોનું આ સુંદર ફળ છે. આપની સિદ્ધિઓ માટે આપની વાહ વાહ થશે. આપ જે ખરાબ સમયમાંથી પસાર થયા છો તે માટે ગણેશજી સહાનુભૂતિ અનુભવે છે અને આ સપ્તાહે આપને શાંતિના આશીર્વાદ આપે છે. આપ સફળતાની સવારી કરીને ઊંચે ઊડી શકશો.
સિંહઃઆ સપ્તાહ ઘણું અદભુત છે અને હોવું જ જોઇએ. આપ ઘણી ઝડપી પ્રગતિ સાધી શકશો. અને આપના સખત પ્રયત્નોનું આ સુંદર ફળ છે. આપની સિદ્ધિઓ માટે આપની વાહ વાહ થશે. આપ જે ખરાબ સમયમાંથી પસાર થયા છો તે માટે ગણેશજી સહાનુભૂતિ અનુભવે છે અને આ સપ્તાહે આપને શાંતિના આશીર્વાદ આપે છે. આપ સફળતાની સવારી કરીને ઊંચે ઊડી શકશો.
કન્યાઃ આપ વ્યક્તિત્વ વિકાસના તમામ પ્રયત્ન કરો પણ યાદ રાખો કે મિથ્યાભિમાન આપને ખોટા રસ્તે લઇ જઇ શકે છે. આ સમય ઇચ્છાઓ અને સપનાંઓ પર કામ શરૂ કરવાનો છે. છેવટે આપની મોજ-મસ્તીને બ્રેક લાગવાનો સમય આવી ગયો છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા અથવા કોઇ નિકટની વ્યક્તિના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થઇ શકે છે. કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે.
તુલાઃ હમણાં સુધી ગુપ્ત રહેલી અગાઉની વાટાઘાટો હવે સફળતાપૂર્વક પૂરી થશે. ભૌતિક સફળતા વધુ સંગીન થવાને કારણે આપ આનંદ પામશો. આપ સ્વપ્નાં પૂરા કરવાની મથામણમાં છો ૫રંતુ તેના માટે આપે થોડી ધીરજ ધરવી ૫ડશે. આ સમગ્ર મહિના દરમિયાન પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમિયાન માણી શકશો.
વૃશ્ચિકઃ આપનો આંતરિક વિકાસ પૂરતા પ્રમાણમાં થયો છે, અને આપ તેનું મહત્વ સમજો છો અને તેને જાળવી રાખવા પણ માગો છો. તે આપને વધુ પરમાર્થી બનાવે છે અને આપ સમાજ માટે જવાબદારીની લાગણી અનુભવો છો. ગણેશજી કહે છે કે આપ હવે સારી લાગણી અનુભવી રહ્યા છો કારણ કે આપ જીવનમાં પરિવાર અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધવાનું શીખી ગયા છો.
ઘનઃ સમગ્ર સપ્તાહ દરમિયાન આપ નવાં સાહસો માટે પ્રયત્ન કરો તેવી શક્યતા છે જેથી આપની આવકમાં વધારો થશે. આપની ઇચ્છા પૂર્તિ થઇ જશે. હવે આપ સંતોષ અને વિજેતાની લાગણી અનુભવશો. આ૫ ૫રિવાર અને કાર્યક્ષેત્ર બંને વચ્ચે સારી રીતે સંતુલન જાળવી શકશો. અહીં આપને એ સમજાશે કે બંને ક્ષેત્રોને સમાન રીતે સાચવી લેવાય તો જ સફળતાનો આનંદ માણી શકાય છે. આપની મિત્રાચારી આપને ફાયદો કરાવશે.
મકરઃ આ સપ્તાહે આપ પોતાના વિષે વધુ સ્પષ્ટ થઇ શકશો. આપનો નવો અવતાર આપનો આત્મવિશ્વાસ વધારવામાં ચમત્કારિક કામ કરશે. આપના આત્મવિશ્વાસે અવરોધો અને નિરાશાઓ કડવી યાદોને માનસપટ ૫રથી હઠાવી દીધી છે તેથી આપનો ખૂબ સારો સમય શરૂ થઇ રહ્યો છે. જીવન એક ઉત્સવની ઉજવણી સમાન છે અને આપનો ઉત્સાહ ૫ણ તેની સર્વોચ્ચ ૫રાકાષ્ઠા ૫ર હશે. આપનો આત્મવિશ્વાસ પણ વધી જશે.
કુંભઃ આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે ૫ણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે ત્યારે ગણેશજી આપના માટે ૫ણ મુસાફરીની સંભાવના જોઇ રહ્યા છે. આની સાથે સંકળાયેલી શકયતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે. ૫રંતુ આપની સાચી પ્રગતિ ભૌતિક અને આધ્યા‌િત્મક ક્ષેત્રે થશે. કામ તથા લાગણીઓ વચ્ચે સુમેળ સાધી શકશો.
મીનઃ આ સમયગાળાે આપની પાસે કામની બાબતમાં ઘણી બધી અપેક્ષાઓ રાખશે અને આપે તેને ૫હોંચી વળવામાં પૂરી તાકાત લગાવવાની જરૂર છે. બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય. આ વખતે આપને આપ્તજનોના સહકારની જરૂર ૫ડશે. પૈસાની લેવડદેવડમાં આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. તેથી તેમાં સાવધાની રાખવી જરૂરી છે.

You might also like