સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ આ જાતકો કોઇપણ વ્યક્તિને પ્રમાણિકતાથી ચાહે છે, પણ જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે ત્યાં માર ખાઇ જાય છે.. ગયા સપ્તાહના અભ્યાસને આગળ ધપાવીને આપ લોકો સાથે વધુ સારી રીતે વાતચીત કેવીરીતે કરી શકાય તે શીખી રહ્યા છો. સ્વાભાવિક રીતે જ આપ ઋજુતા અને કોઇ દ્વારા લેવાતી આપની કાળજીનો આનંદ અનુભવી શકશો. આપ જીવનમાં શું મેળવવા માગો છો તેનું પુનઃમૂલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે
વૃષભઃ આપની કલ્પના, ક્ષમતા અને આશાવાદમાં જબરદસ્ત વધારો થશે. આપ પોતાના શોખ, નવી પ્રવૃત્તિઓ, મિત્રો અને નવા ક્ષેત્રના અભ્યાસ તથા સંશોધન માટે સમય ફાળવશો. આ સમયે આપને તંત્ર-મંત્ર ,નક્ષત્ર ભૌતિક રાસાયણિક શાસ્ત્રમાં રસ પડે તેવી પણ શક્યતા છે. આપ જે દૃષ્ટિકોણ મેળવશો તેનાથી વધુ સર્જનાત્મક બનશો. તે આપના અંગત જીવનમાં પણ નવા રંગ ઉમેરશે. આ સમય ઘણા બૌદ્ધિક ફાયદાઓ મેળવવાનો છે.
મિથુનઃ વ્યક્તિગત, ભાવનાત્મક, આધ્યાત્મિક અને આર્થિક દૃષ્ટિએ આપ એક પતંગિયાની જેમ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે, જેમકે રિફ્રેશર કોર્સ, સંશોધન વગેરે. આ વિકાસયાત્રામાં સંદેશવ્યવહાર અને સંપર્ક ઘણા મહત્વના છે તેથી ગણેશજી આપને એકલા નહી પડી જવા માટે ચેતવે છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મૂકતા શીખો. જીવનમાં યોગ્ય તક ઝડપી લેવી જોઇએ.
કર્કઃઆ તબક્કામાં આપ જે કંઇ કરશો તેની અસર ભવિષ્ય પર થશે. કર્ક જાતકો પોતાની જાતનું ઘણું ઊંચું મુલ્યાંકન કરે છે. અને તેને જાળવી રાખવા બધું જ કરે છે. તે માટે ફિલસૂફી, ધ્યાન અને કાર્યનો આશરો લેશો. સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બિમારની કાળજી લેવાની પ્રેરણા મળશે. આપનું જીવન હવે ઘણાં ક્ષેત્રે ,ખાસ કરીને ભૌતિક અને લાગણીના ક્ષેત્રમાં પ્રગતિ કરશે.
સિંહઃ આ સપ્તાહે આપની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થશે.. આપ જે રીતે લોકોનો સંપર્ક કરી રહ્યા છો તે આપનો વધતો જતો આત્મ વિશ્વાસ અને સફળતા દર્શાવે છે. કોઇપણ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ માટે લોકોને મળવું આવશ્યક છે. ગણેશજી કહે છે કે કામની અવગણના કરશો નહી. આપના પરિવારજનો અને સ્વજનો આપના પગ જમીન પર રાખશો. આપની આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવાની જરૂર છે.
કન્યાઃ આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે. પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇપણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે. અને તે સાચા, ગંભીરતાથી તેમ જ હ્રદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.
તુલાઃ આ સપ્તાહે આપની પ્રવૃત્તિઓ ખરેખર પ્રભાવશાળી, સરાહનીય અને અવિરત બની રહેશે. આપ આપની રીતે આનંદનો અનુભવ કરશો. આપના માટે આ સમય ફક્ત સારો જ છે એટલું જ નહીં આપ આ સમય દરમિયાન પાર્ટી, સગાં સબંધીઓ મિલન મુલાકાત થાય. સૌથી સારી વાત એ છે કે આ તબક્કો સંપૂર્ણપણે આનંદ-પ્રમોદનો હશે. કામ અને સામાજિક મેળાવડામાં ભાગ લેવો બન્ને પ્રવૃત્તિઓ તમને ગમશે.
વૃશ્ચિકઃ સખત મહેનત અને તગડો પુરસ્કાર એ અઠવાડિયાનું તમારું ફળકથન રહેશે. તમે પ્રસંશા અને શાબાશી મેળવશો. પ્રવાસ અને મેળવડામાં તમે વ્યસ્ત રહેશો. આ અઠવાડિયે તમે જે મહેનત કરશો એની સફળતા, પ્રસિદ્ધિ, ઓળખ તમને મળવાને લીધે તમે એ મહેનતનો આનંદ પણ માણી શકશો. એના લીધે ભવિષ્યમાં પણ તમને માન- સન્માન મળી શકે છે. મિલકત પાછળ આપ આપનું મગજ લગાવી શકશો.
ધનઃ નવાં શિખરો સર કરવાનું સપ્તાહ છે. પરંતુ આ અંગે સ્પષ્ટતા કરતાં ગણેશજી કહે છે કે આપે બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષેત્રમાં આ ઊંચાઇએ પહોંચવાનું છે. મુસાફરી સરળ રહેશે એ જ રીતે જીવન અને અન્ય લોકો પ્રત્યેનો આપનો અભિગમ પણ સરળ રહેશે. પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ, નોકરી, ધંધા વ્યવસાયમાં પ્રગતિ, લગ્નજીવનમાં સંવાદિતા, આનંદ અને સારી સોબત આ બધું જ આપને આ સમયગાળા દરમ્યાન મળશે.
મકરઃઆ સપ્તાહમાં આપને અચાનક જ વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે અને સમજાશે કે અત્યાર સુધી આપે અનુભવેલો સુખદ સમય ગઇ ગુજરી બની ગયો છે. ફરી એકવાર આપ ચિંતા અને ટેન્શનથી ઘેરાયેલા હશો. તેથી આપે ઘર અને કાર્યક્ષેત્રે જે તબદિલીની આશા રાખી હતી તે ફેરફારો થતાં હજી થોડો વધારે સમય લાગશે. કોઇપણ રીતે આ સમય આપની તાકાત અને નબળાઇઓનું પુનરાવર્તન કરવાનો છે એમ ગણેશજી જણાવે છે.
કુંભઃ આ સમયગાળો એવો હશે જેમાં આપ મોજમજા અને મનોરંજન જેવી વસ્તુઓ ભૂલી જ જશો. બધી બાજુએથી તમામ પ્રકારનાં ટેન્શન અને ચિંતાઓ આપને ઘેરી વળશે. આટલું ઓછું હોય તેમ લોકો સાથે મુલાકાત, મિટિંગો, કોન્ફરન્સો જેવી વધારાની પ્રવૃત્તિઓથી આપનો કામનો બોજ વધશે. વધારામાં ઘરમાં સમારકામ શરૂ થશે તેનું પણ ટેન્શન રહેશે. લાગણીઓ અગ્રસ્થાન લેશે. ત્યારે આ ભૌતિક સુખો આપને ગૌણ લાગશે.
મીનઃ આ સપ્તાહે સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે. તેનો અર્થ એવો નથી કે આપ ખોટા માર્ગે જઇ રહ્યા છો. ફક્ત એટલું જ કે આ સપ્તાહે આપ દરેક કામમાં યોગ્ય વલણ અપનાવવાનો આગ્રહ રાખશો. આપ સુખ અને દુઃખની કસોટીમાંથી પાર ઊતરી જશો. આ તબક્કામાં આપ માન્યતાઓ, પ્રેરણા અને દિશાની સાચી સમજણ પણ મેળવી શકશો.

You might also like