સપ્તાહનાં વ્રતવિધાન

તા.૦૮-૦૮-ર૦૧૬ સોમવાર શ્રાવણ સુદ છઠઃ વૃદ્ધિતિથિ. રાંધણ છઠ (દ.ગુ.) કલ્કિ જયંતી. શિવપૂજન, શિવમુષ્ઠિ (ચોખા) કુમારયોગ સૂર્યોદયથી ૦૯-૦૧. રવિયોગ પ્રા.૦૯.૦૧થી. વજ્રમુશળયોગ ૦૯.૦૧ સૂૂર્યોદય સુધી. નક્ષત્રઃ હસ્ત. આજે રાતના રર.ર૭ સુધી જન્મેલાં બાળકની રાશિઃ કન્યા તે પછી તુલા.
તા.૦૯-૦૮-ર૦૧૬ મંગળવાર શ્રાવણ છઠઃ (દ.ગુ) મંગળાગૌરી પૂજન.રવિયોગ સમાપ્ત ૧૧.પ૪. રાજયોગ ૦૮.૧પથી ૧૧.પ૪ સુધી. નક્ષત્રઃ ચિત્રા, આજે જન્મેલાં બાળકની રાશિઃ તુલા.
તા.૧૦-૦૮-ર૦૧૬ બુધવાર શ્રાવણ સુદ સાતમઃ બુધ પૂજન ગોસ્વામી તુલસીદાસ જયંતી. નક્ષત્રઃ સ્વાતિ. આજે જન્મેલાંની રાશિઃ તુલા.
તા.૧૧-૦૮-ર૦૧૬ ગુરુવાર શ્રાવણ સુદ આઠમઃ દુર્ગાષ્ટમી બૃહસ્પતિ પૂજન. વીંછુડો પ્રા.૧૧.૦૩. રવિયોગ પ્રા.૧૭.૪૪. ગુરુ કન્યા રાશિમાં ર૧.ર૭. વૈદ્યૃતિ મહાપાત ૧૬.૪૮થી ર૬.ર૭. નક્ષત્રઃ વિશાખા આજે સવારના ૧૧.૦૩ સુધી જન્મેલાંંની રાશિઃ તુલા તે પછી વૃશ્ચિક.
તા.૧ર-૦૮-ર૦૧૬ શુક્રવાર શ્રાવણ સુદ નોમઃ ગાથા (૧) અહનુવાદ પારસી. બગીચા નોમ. નકુલ નોમ. વૈદ્યૃતિ પ્રા.ર૭.૧૦. વીંછુડો, રવિયોગ, અહોરાત્ર વજ્રમુશળયોગ ર૦.૧૭થી. નક્ષત્રઃ અનુરાધા. આજે જન્મેલાંની રાશિઃ વૃશ્ચિક
તા.૧૩-૦૮-ર૦૧૬ શનિવાર શ્રાવણ સુદ દશમઃ ગાથા (ર) ઉસ્તવદ (પારસી) અશ્વત્થ મારુતિ પૂજન. વૈદ્યૃતિ સ.ર૭.૧૩. વીંછુડો સ.રર.ર૦ રવિયોગ સ.રર.ર૦ નક્ષત્રઃ જ્યેષ્ઠા. આજે રાતનાં ૨૨.૨૦ સુધી જન્મેલાંની રાશિ વૃશ્ચિક તે પછી જન્મે તેની રાશિ ધન.
તા.૧૪-૦૮-ર૦૧૬ રવિવાર શ્રાવણ સુદ અગિયારશઃ ગાથા (૩) ગહમ્બર (પારસી) પવિત્રા એકાદશી શિંગોડાં. આદિત્ય પૂજન. સિદ્ધયોગ. સૂર્યોદયથી ર૩.૪૭ રાજયોગ ર૩.૧૬થી સૂર્યોદય દગ્ધયોગ ૧૭.૩રથી સૂર્યોદય નક્ષત્રઃ મૂળ (નોંધ. મૂળ નક્ષત્રમાં જન્મેલાં બાળકોની વિધિ મૂળ શાંતિ કરાવવી આવશ્યક છે. જેથી પિતા ઉપર આવી પડનારો ભય દૂર થાય છે.
પુત્રદા એકાદશીઃ આજની એકાદશી ખૂબ પવિત્ર છે. તે કરનારને તમામ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. નિઃસંતાનને સંતાન સુખ પણ મળે છે. આ હકીકત ઘણાને તાદૃશ્ય થયેલ છે.

You might also like