સપ્તાહ દરમિયાન રૂપિયો બાર પૈસા મજબૂત થયો

અમદાવાદ: ચાલુ સપ્તાહ દરમિયાન છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૬.૮૨ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો બાર પૈસા મજબૂત થયો હતો. ચાલુ સપ્તાહે ડોલર ઇન્ડેક્સમાં નરમાઇના પગલે રૂપિયામાં મજબૂતાઇની ચાલ નોંધાતી જોવા મળી હતી.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી કોંગ્રેસ સમક્ષ પ્રથમ સ્પીચ આપનાર છે, જેમાં અમેરિકની નીતિઓ વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.  આ જોતાં રૂપિયામાં નરમાઇની ચાલ નોંધાઇ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે ડોલર સામે રૂપિયો ‘નેરો રેન્જ’ ૬૬.૮૦થી ૬૭.૦૫ની સપાટીની વચ્ચે જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like