વીકમાં ત્રણવાર ચોકલેટ ખાશો તો સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતાઓ ઘટશે

ચોકલેટમાં રહેલા ખાસ કેમિકલ્સ તેમાં ગળપણ હોવા છતાં હાર્ટના દર્દીઓ માટે ગુણકારી છે. હાર્ટની ધબકવાની ગતિમાં બદલાવ અાવવાની સમસ્યાને કારણે શરીરમાં રક્તપ્રવાહ યોગ્ય રીતે થઈ શકતો નથી. અાવા સમયે હાર્ટએટેક કે સ્ટ્રોક અાવવાની સંભવનાઓ વધે છે. રક્તવાહિનીઓ સાકળી થઈને બ્લોક કે અવરોધ થઈ જવાના કારણે પણ અા સમસ્યા થઈ શકે છે. જે લોકો પ્રમાણસર ચોકલેટ ખાતા હોય તેમની રક્તવાહિનીઓનું બ્લોક થવાનું કે કડક થઈને સાંકડા થવાનું પ્રમાણ ઘટે છે.

You might also like