વેડિંગ ડેસ્ટનેશન પ્રમાણે વેડિંગ ડ્રેસની પસંદગી

લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. લગ્ન માટે તૈયાર થતી દરેક નવવધૂનું સપનું હોય છે કે તે લગ્નના દિવસે સૌથી શ્રેષ્ઠ અને સુંદર દેખાય. ઘરેણાં હોય કે પછી લગ્નનો ડ્રેસ હોય, અાજની નવવધૂ ક્યાંય કચાશ નથી છોડતી. વસ્ત્રોની પસંદગીમાં પણ પરંપરાને વળગી રહીને ડિઝાઇનર સાડી, ડિઝાઇનર ઈન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન ડ્રેસ ફેશનમાં ખૂબ ચાલ્યા છે. નવવધૂ પોતાનો વેડિંગ ડ્રેસ તેને મનગમતા ડિઝાઇનર કે અોનલાઈન પસંદ કરેલી ડિઝાઇન પરથી તૈયાર કરાવે છે.

લગ્નની મોસમ અાવતાંની સાથે ક્લબમાં વેડિંગ ફેસ્ટવલ અને અેક્ઝબિશન પણ શરૂ થઈ જતાં હોય છે. અા વખતે ફ્રન્ટ કટ લહગા, સ્ટચ્ડ સાડી, સાડી વિથ ગાઉન જેવા ડિઝાઇનરવૅરમાં લોકોનો ક્રેઝ વધુ જાેવા મળે છે.

સગાઈથી લગ્ન સુધીનાં વસ્ત્રો નવવધૂ અને તેનાં સગાં-સંબંધીઅો ડિઝાઇનર પાસે તૈયાર કરાવે છે, પરંતુ જાે વેડિંગ કોઈ ખાસ સ્થળે યોજાવાનું હોય તો વેડિંગ ડેસ્ટનેશનને ધ્યાનમાં રાખીને ડ્રેસ ડિઝાઇન કરાવે છે.

ભારતીય લગ્નોમાં હવે વેસ્ટર્ન કલ્ચર જાેવા મળે છે. અાજનાં યુગલો વેડિંગ માટે બીચ, ફોર્ટ, હિલ સ્ટેશન જેવા ડેસ્ટનેશન પસંદ કરે છે. અે જ હિસાબથી તેમનો વેડિંગ ડ્રેસનો કલર અને લૂક ની થાય છે. ડેસ્ટનેશન તરીકે ઉદયપુર, જયપુર જેવી જગ્યા પસંદ કરે તો ડાર્ક કલર શેડ પસંદ કરતાં હોય છે અને બીચ પર વેડિંગ કરવાનો પ્લાન હોય તો લાઈટ શેડ પસંદ કરે છે.

સગાઈ, સંગીત, મહદી, લગ્ન અને રિસેપ્શન માટે સ્થળ પ્રમાણે કલર કોમ્બનેશન અને જ્વેલરી પસંદ કરવામાં અાવે છે. જયપુર, ગોવા, ઉદયપુર, પેરિસ, ક્રૂઝ જેવાં સ્થળો અત્યારે હોટ ફેવરિટ બની રહ્યાં છે.

– પેલેસ કે ફોર્ટમાં વેડિંગ કરતાં યુગલો વેડિંગ ડ્રેસ તરીકે ડર્ાક કલર જેમ કે લાલ, મરુન, લીલો, બ્લૂ અને પિંક જેવા શેડ પસંદ કરતાં હોય છે અને અે જ પ્રમાણે વેડિંગ જ્વેલરી ખરીદવામાં અાવે છે. ઉદયપુરને પોતાનું વેડિંગ ડેસ્ટનેશન પસંદ કરે તો હેવી રાજસ્થાની જ્વેલરી પહેરે છે.

– વેડિંગ ડેસ્ટનેશન તરીકે ગોવા કે કોઈ બીચ પસંદ કરે તો લાઈટ શેડના કલરનું સિલેક્શન કરતાં હોય છે. પીચ, પર્પલ, બ્લૂ, પિંક, અોરેન્જ જેવા શેડ પસંદ કરે છે. મેક્સી ગાઉન, લાગ અનારકલી જેવા ડિઝાઇનર ડ્રેસ હોટ લૂક અાપે છે, જ્યારે જ્વેલરીમાં લાઈટવેટ ડાયમન્ડ અને પ્લેટિનમ જ્વેલરી વધુ પસંદ કરે છે.

શહેરનાં જાણીતાં ફેશન ડિઝાઇનર ભૂમિકા શોધન કહે છે કે, અત્યારે ડેસ્ટનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. અા વર્ષે અમારા દ્વારા બ્રાઈડ અને ગ્રુમ માટે સ્પેશિયલ લાઈટ શેડ વેડિંગ ડ્રેસિસ ડિઝાઇન કરવામાં અાવ્યા છે. પર્પલ, પીચ જેવા શેડ વધુ જાેવા મળે છે. અા ડ્રેસમાં સિમ્પલ ડિઝાઇન કરવામાં અાવી છે. બ્રાઈડનું સ્પેશિયલ કલેક્શન છે, જ્યારે ગ્રુમ માટે પણ જેકેટ, બ્લેઝર અને શેરવાની જાેવા મળે છે.

પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી જ્હાનવી શાહ કહે છે કે, અા વખતે મારા ભાઈના મેરેજ માટે ઉદયપુર ડેસ્ટનેશન હતું. મારા પરિવારની દરેક વ્યક્તઅે રાજસ્થાની લૂક પસંદ કર્યો હતો.

You might also like