સલમાન ડિસેમ્બરમાં નહીં નવેમ્બરમાં લગ્ન કરશે!

મુંબઇઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ લુલિયા વંતુરના લગ્ન આ વર્ષના અંતમાં એટલે કે નવેમ્બર મહિનામાં થશે. પહેલાં બંનેના લગ્ન ડિસેમ્બરમાં એટલે કે સલમાનના જન્મદિવસે થવાના છે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે સલમાનાના માતા-પિતા સલીમ ખાન અને સલમાની લગ્નની તારીખે જ સલામન અને લૂલિયા વંતુરના લગ્ન થશે.

સલમાનના માતા-પિતા સલમાન લગ્ન કરી લે તેવી ઇચ્છા રાખે છે. ત્યારે સલમાન પણ હવે તેના લગ્નને લઇને સિરિયસલી વિચારી રહ્યો છે. તે પણ હવે લગ્નના બંધને બંધાવા માંગે છે. તે છેલ્લાં બે વર્ષથી લૂલિયાને ડેટ કરી રહ્યો છે. હાલ તે જાહેર ફંક્શનમાં પણ તેને લઇને આવી રહ્યો છે. જ્યારે લૂલિયાની પણ સલમાનના પરિવાર સાથે નિકટતા વધી રહી છે. ત્યારે આગામી નવેમ્બરમાં એટલે કે સલમા અને સલિમના લગ્નની તારીખે જ લૂલિયા અને સલમાન લગ્ન કરે તો નવાઇ નહીં.

 

You might also like