અંકલેશ્વર:લગ્નમાં નાચવા બાબતે મારામારીમાં યુવાનનું મોત

અંકલેશ્વર :  અંકલેશ્વરના નવાદિવા ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલ ઝઘડામાં યુવાનનું મોત નીપજતા પોલીસે સમગ્ર ઘટનામાં પાંચ ઈસમોને ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ કાયદાકીય તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના નવાદિવા ગામે લગ્નમાં નાચવાના બાબતે બોલાચાલી થઈ હતી.

ઝઘડાની રીસ રાખીને નવા દિવા ગામના કિરણભાઈ રાજાભાઈ વસાવા, યોગેશભાઈ વિક્રમભાઈ વસાવા, વિજયભાઈ પ્રવિણભાઈ વસાવા, કેનતભાઈ રાજાભાઈ વસાવા તથા દિલિપભાઈ રાજુડભાઈ વસાવા પોતાના ઝઘડાની રીસ રાખીને મારક હથિયારો સાથે નવા દિવા ગામે પહોંચીને ગામના યુવાનો સાથે મારામારી કરી રહયા હતા.

ગામના યુવાનો સાથે ઝઘડો થતા ગામનો યુવાન સુરેન્દ્રભાઈ સુરેશભાઈ વસાવા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા પાંચેય વ્યક્તિઓએ મારક હથિયારો વડે યુવાનને ગંભીર જીવલેણ માર માર્યો હતો.સુરેન્દ્રભાઈને ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જયાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું છે.

સમગ્ર બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કારનો કબજો મેળવી કાયદાકીય તપાસ હાથ ધરી છે.

You might also like