ઇરાની હેકર્સે હેક કરી સાઉદી રક્ષા મંત્રાલયની વેબસાઇટ!

સાઉદી અરબના રક્ષા મંત્રાલયની વેબસાઇટ હેક કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વિવાદિત શિયા ધર્મગુરૂને મોતની સજા ફટકાર્યા બાદ ઇરાની હેકર્સે આ વેબસાઇટ હેક કરી છે.

જો કે ઇરાની ન્યૂઝ એજન્સી ફોર્સના જણાવ્યા અનુસાર આ સાઇબર એટેક પાછળ સાઉદીના જ હેકર્સનો હાથ છે, જે શિયા ધર્મ ગુરૂ શેખ નિમ્ર અલ નિમ્રને સજાએ મોત ફટકારવાના વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં છે.

આ વેબસાઇટને રવિવારે DDoS એટેકના માધ્યમથી હેક કરવામાં આવી અને જો કે હજુ સુધી કોઇ હેકર ગ્રુપે જવાબદારી લીધી નથી.

website-hackઅત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાઉદી અરબે આતંકવાદનો ચાર્જ લગાવીને 47 લોકોને મોતની સજા આપી હતી જેમાં અલ કાયદા લીડર ફારિસ અલ જહરાની અને શિયા ધર્મ ગુરૂ નિમ્ર અલ નિમ્ર સામેલ હતા. સજા બાદ તેહરાનમાં આંદોલનકારીઓએ તેના વિરૂદ્ધ સાઉદી દૂતાવાસ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ સાઉદી સરકારે પણ ઇરનાની સાથે પોતાની ડિપ્લોમેટિક રિલેશન્સ ખતમ કરવાની જાહેરાત કરતાં ઇરાનના રાજદૂતોને રિયાદ છોડવાનું અલ્ટિમેટમ આપી દીધું છે.

આ મામલા બાદ બંને દેશોની સરકાર એકબીજા વિરૂદ્ધ જોરદાર નિવેદનબાજી કરી રહી છે. જ્યારે હેકર્સ એકબીજાના દેશની ઓફિશિયલ વેબસાઇટને હેક કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. તાજેતરમાં જ ઇરાની રક્ષા મંત્રાલયની વેબસાઇટને સાઉદી સાઇબર આર્મીએ હેક કરી લીધી હતી. એવામાં આ હેકને તેનો બદલો પણ ગણવામાં આવી રહ્યો છે. અત્યારે તેનાથી કેટલું નુકસાન થયું છે, તે સામે આવ્યું નથી.

You might also like