હવામાન પલટાયુંઃ વાદળ છાયા વાતાવરણથી ગરમીમાં રાહત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અાજે સવારના સમયે અચાનક હવામાનમાં પલટો અાવ્યો હતો. જેના કારણે વાદળાની સાથે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું હતું, જેથી નગરજનોએ કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવી હતી.  અમદાવાદમાં શહેરમાં અા વર્ષે ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર રહ્યો છે અને એકાદ વખત તાપમાન ૪૮ ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. અા કાળઝાળ્‍ ગરમી વચ્ચે અાજે સવારે અચાનક હવામાન પલટાયું હતું. જેના કારણે ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે ઉતરીને ૩૫ ડિગ્રી અાસપાસ પહોંચી ગયો હતો.

ગઈકાલે અમદાવાદ શહેરનો તાપમાન ૪૨.૯ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અાજે વાદળછાયા વાતાવરણ બાદ શહેરનું સવારનું તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા ઓછું હોય લોકોએ ભારે રાહત અનુભવી હતી. હવામાન વિભાગે ચાર-પાંચ દિવસમાં અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાવાની અાગાહી કરી છે.

You might also like