હવે દેશમાં જ બનશે સેનાના ફાઇટર એરક્રાફટ, નવી નીતિની જાહેરાત આવતા મહિને

સૌથી વધારે સૈન્યના સાધનો અને જટિલ ટેકનોલોજી માટે આયાત માટે બીજા દેશ પર આશ્રિત ભારત જલ્દી જ આ પરિસ્થિતિને બદલવા માગે છે. દેશને આવતા દસ વર્ષ સુધી દુનિયાના પાંચ મોટા સૈન્ય સાધનોના નિર્માણ કરતા દેશમાં સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકાર આવતા મહિને મહત્વપૂર્ણ નીતિની જાહેરાત કરે તેવી શક્યતા છે. જેનો હેતુ દેશમાં રક્ષા ઉત્પાદન ઉદ્યોગને મજબૂત કરવાનો છે.

એક મળતા અહેવાલ મુજબ નીતિને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. જેની મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. રક્ષા ઉત્પાદન નીતિ (ડીપીપી-2018) નો મુખ્ય હેતુ સેના માટે લડાકૂ વિમાન, યુદ્ધ માટેના હેલિકોપ્ટર અને હથિયારનું દેશમાં જ ઉત્પાદન કરવા માટે રહેશે.

તેની સાથે તેને માટે જરૂરી ટેકનિક વિકસિત કરવા માટે ઉપલબ્ધ સંશાધનોના રોકાણ પણ પણ ધ્યાન આપવામાં આવશે. નવી નીતિનો હેતુ દરેક મોટા પ્લેટફોર્મને દેશમાં વિકસિત કરવાનો રહેશે. જેને છેલ્લા દસ દાયકાથી આયાત કરવામાં આવી રહ્યાં છે.

એક આધિકારીક આંકડાઓ મુજબ ગત ચાર વર્ષમાં ભારતને ઘણા સૈન્ય ઉપકરણો અને હથિયારો માટે વિદેશી અને સ્થાનિક (લોકલ) કંપનીઓ સાતે 2.40 લાખ કરોડ રૂપિયામાં 187 સમજૂતિ કરાર કર્યા છે. નવી નીતિના ડ્રાફ્ટ મુજબ સરકારનું લક્ષ્ય 2025 સુધી સૈન્યના સામાન અને સર્વિસેઝનું ટર્નઓવરને 17000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે નવી નીતિમાં ખરીદ પ્રક્રિયાને સરળ બનાવામાં આવશે. તેની સાથે તમામ મંજૂરી લેવાની અનિવાર્યતાને બંધ કરવામાં આવશે જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થાય છે.

You might also like