2017માં 7,000 સુપર-રિચ ભારતીયોએ છોડ્યો દેશ, વસ્યા બીજા દેશોમાં

ભારતમાંથી ગયા વર્ષે 7,000 હાઈ નેટવર્થવાળા લોકો બીજા દેશમાં રહેવા જતા રહ્યા છે. ચીન બાદ કરોડોપતિઓએ પોતાનો દેશ છોડ્યો હોય તેવી આ બીજી ઘટના છે.

2016ની તુલનામાં ભારતની નાગરિકતા છોડીને બીજા દેશમાં રહેવા જનાર કરોડપતિઓએની સંખ્યા 2017માં વધી છે. ન્યૂ વર્લ્ડ વેલ્થની રિપોર્ટ પ્રમાણે 2017માં 7,000 અલ્ટ્રા-રિચ ભારતીયો બીજા દેશમાં રહેવા જતા રહ્યા છે.

2016માં આ આંકડો 6,000નો હતો, અને 2015માં 4000 ધનપતિ ભારતીયો બીજા દેશમાં રહેવા જતા રહ્યા હતા. જો કે ચીનમાં તેનું નુકશાન સૌથી વધુ થયું હતું. 2017માં ચીનના 10,000 કરોડપતિઓએ ચીન છોડી બીજા દેશમાં રહેવા જવાનું પસંદ કર્યું છે. ભારત બાદ તુર્કીમાંથી 6,000 અને રશિયાથી 3,000 કરોડપતિઓ બીજા દેશમાં રહેવા જતા રહ્યા છે.

જો માઈગ્રેશનની વાત કરીએ તો ભારતીયોમાં દેશ છોડી બીજા દેશમાં વસવા માટે અમેરિકા પહેલા નંબરે છે. ભારતના લોકો ભારત છોડી અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેવું વધારે પસેદ કરે છે.

You might also like