વીકએન્ડમાં ખાણી-પીણીનો જલસો જંક ફૂડ જેટલો જ જોખમી

ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે અાખુ વીક ડાયટિંગ કરીએ છે પરંતુ વિકેન્ડમાં તો બોસ અાપણે જલસા જ કરવાના. કોઈપણ જાતની ખાણી-પીણી વગર વિચારે ખાઈ લેવાની. જોકે વિકેન્ડમાં મન મૂકીને ખાવા-પીવાનો અા શોખ જંકફૂડ જેટલું જ જોખમી છે. ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે અા વર્તણૂક શરીર માટે જંકફૂડ ખાવા જેટલી જ જોખમી છે. અઠવાડિયાના અમુક દિવસો નોર્મલ ખોરાક અને અમુક દિવસ જલસાથી ખાવાથી પેટના કોષોના કાર્યમાં વિક્ષેપ ઉભો થાય છે અને જાતજાતના રોગો થઈ શકે છે.

You might also like