વર્લ્ડકપમાં પૂરી સલામતી આપીશું, હવે નિર્ણય પાકિસ્તાને લેવાનો છે: ભારત

નવી દિલ્હી: ભારતમાં યોજાનાર આગામી વર્લ્ડ ટી-૨૦ ચેમ્પિયનશિપમાંથી સલામતીની ચિંતાના કારણે ખસી જવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તરફથી ફરી અપાયેલી ધમકીના એક દિવસ પછી બીસીસીઆઈ (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા)એ સ્પર્ધા દરમિયાન તે બાબતે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવાની પાકિસ્તાનને ખાતરી આપી હતી.

પીસીબીના અધ્યક્ષ શહરયાર ખાનની બીસીસીઆઈ અને ભારતીય સરકાર તરફથી લેખિત ખાતરી માટે કરાયેલી માગણી માટે પૂછવામાં આવતા ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારી તથા આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના અધ્યક્ષ રાજીવ શુકલાએ કહ્યું હતું કે સ્પર્ધા દરમિયાન પાકિસ્તાન સહિત બધી ટીમ માટે સલામતીની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવશે. દરમિયાન, ગૃહપ્રધાન રાજનાથસિંહે પણ ગઈ કાલે કહ્યું હતું કે પાક. સામેની મૅચ માટે કેન્દ્ર સરકાર અર્ધલશ્કરી દળો પૂરાં પાડશે.

You might also like