અયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશુંઃ CM રૂપાણી

(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી લાગણીની તમને કદર નથી પણ અમને તમારી નફરતથી પણ લગાવ છે એટલે તમારી વાતોને પ્રેમ અને સદભાવનાથી સ્વીકારીશું.

રાજ્યપાલનાં પ્રવચનને મહત્વનું ગણાવતા તેમણે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે અધ્યોધ્યામાં રામ અમારી કટિબદ્ધતા છે. રામ મંદિર તો અમે જ બનાવીશું. અમે ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો છે. હાલમાં ઝીરો ટોલરન્સ સરકાર છે. એન્ટી કરપ્શન બ્યૂરોને અમે ૩૬૦ ડિગ્રી પર ફેરવ્યું છે. ૭૩૦ અધિકારીઓ એસીબીમાં છે જે ભાજપ કે કોંગ્રેસના કોઇ પણ ભ્રષ્ટાચારીને છોડશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠાની સલામતી ગ્રામીણ ક્ષેત્ર, વન, ગ્રીન સીટી, બુલેટ ટ્રેન ગિફટ સિટી, મગફળી ખરીદી, કપાસ, દૂધની ખરીદીમાં પણ ગુજરાત નંબર વન છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કુરનિશ બજાવવાના દિવસો હવે ગયા વિપક્ષના નેતાઓએ વારંવાર દિલ્હી દોડી જવું પડે છે જ્યારે અમારાં કામ માત્ર ફોનથી થાય છે. વિપક્ષના નેતાઓને ટેન્શન છે. અમને નહીં અમારે તો મોસાળમાં પીરસનારી છે.

તેમણે ગુજરાતના વિકાસતી બાબતો સિદ્ધિઓને કાવ્યમય રીતે ગૃહમાં રજૂ કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર રોકવા એને એ બિલ્ડિંગમાં ઓન લાઇન થયા હોવાનું જણાવ્યું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ, રેલવેલાઇન, નેશનલ હાઇવે, મરિન પોલીસ સ્ટેશન મહાત્મા મંદિર, દાંડી સ્મારક વિગેરેને સરકારની સિદ્ધિ ગણાવી હતી. કોંગ્રેસના શાસનમાં થતા ગુજરાતના અન્યાયને દૂર કરીને વડાપ્રધાને રાજ્યને વિકાસલક્ષી બનાવ્યુ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના વકતવ્ય બાદ રાજ્યપાલના ગૃહ સંબોધન પરનો આભાર પ્રસ્તાવ બહુમતીથી પસાર કરાયો હતો.

You might also like