વિરાટ સાથે મંત્રણા બાદ કોચની જાહેરાત કરાશે : ગાંગુલી

મુંબઇ : ટીમ ઇન્ડિયાનાં નવા કોચ પર હજી પણ સસ્પેન્સ યતાવત્ત છે. સોમવારે સાંજે બીસીસીઆઇ મુખ્યમથકમાં સીએસીની પત્રકાર પરિષદમાં સીએસીનાં સભ્ય સૌરભ ગાંગુલીએ જણાવ્યું કે ભારતીય ટીમનાં નવા કોચ પસંદ કરવા માટે તેને થોડો વધારે સમય લાગવો જોઇએ. સીએસી ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ મંત્રણા કરશે. અગાઉ સીએસીએ આજે ભારતીય ટીમનાં મુખ્ય કોચ પસંદ કરવા માટે 6 ઉમેદવારે ઇન્ટરવ્યું લીધા હતા. જેમાં વિરેન્દ્ર સેહવાગ, રવિ શાસ્ત્રી, રિચર્ડ પાયબસ, ટોમ મૂડી, લાલચંદ રાજપૂતનો સમાવેશ થાય છે.

3 સભ્યોની સીએસીનાં 2 સભ્યો સૌરભ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ બીસીસીઆઇ મુખ્યમથકમાં હાજર હતા. જ્યારે ત્રીજા સભ્ય સચિન તેંડુલકર વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં હતા. વીરેન્દ્ર સેહવાગે સૌથી પહેલા ઇન્ટરવ્યું આપ્યુ અને તેઓ લગભગ 2 કલાક સુધી ઇન્ટરવ્યું પ્રક્રિયામાં રહ્યા હતા. આ પ્રક્રિયા બાદ બીસીસીઆઇએ પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી.

એક અંદાજ અનુસાર બીસીસીઆઇ નવા કોચનાં નામની જાહેરાત કરશે. જો કે સૌરભ ગાંગુલીએ નવા કોચનાં નામ થોડા વધારે દિવસો માટે ટાળવાની વાત કરીને ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કર્યા હતા. વિરાટ કોહલી હાલ વિદેશ છે માટે નવા કોચનાં નામની જાહેરાત હાલમાં નહી થાય તેની સાથે મંત્રણા બાદ આ જાહેરાત કરવામાં આવશે.

You might also like