ઉદ્યોગપતિઓ દ્વારા બેંકોમાંથી લૂંટાયેલી રકમની પાયે પાય વસુલાશે : મોદી

ગુવાહાટી : કિંગફિશર એરલાઇન્સનાં માલિક અને દારૂનો વેપારી વિજય માલ્યા દ્વારા બેંકોના 9000 કરોડ રૂપિયાનાં લેણા નાણા પરત નહી કરવાનાં મુદ્દે નરેન્દ્ર મોદીએ ચુપકીદી તોડી હતી. અસમનાં રંગાપાડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે તેઓ નિશ્ચિત કરશે કે અમીરો દ્વારા બેંકોમાંથી લુલેટા પૈસાને પાછા ભારતમાં લાવવામાં આવે. વડાપ્રધાન મોદીની આ નિવેદનને માલ્યાનાં બાકી નાણાનાં મુદ્દે ચાલી રહેલા વિવાદ સાથે જોડીને જોવાઇ રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ બેંકના પૈસા લઇને ભાગનારા લોકો પાસેથી પાયે પાય વસુલશે. મોદીએ કહ્યું કે મે કોંગ્રેસનાં સમયમાં ઢીલા થઇ ગયેલા બોલ્ટ ટાઇટ કરવાનું કામ ચાલુ જ કર્યું છે ત્યાં તે લોકોનાં પરસેવા છુટવા લાગ્યા છે. જેલનાં સળીયા દેખાઇ રહ્યા છે તો હવે તેઓ ભાગી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ કે અમીરોએ જે પૈસા લૂટ્યા છે તે કોઇ બેંકોના નહી પરંતુ મારા દેશનાં ગરીબોનાં છે. કોંગ્રેસનાં સમયમાં બેંકોનાં દરવાજા અમીર લોકો માટે ખોલી દેવામાં આવ્યા.બેંકોનાં રાષ્ટ્રીયકરણ કરતા સમયે એવું કહેવાયું હતું કે આ ગરીબો માટે કરવામાં આવી રહ્યું છે. જો કે બેંકોથી ગરીબ તબક્કાને કોઇ જ લાભ થયો નહોતો.
મોદીએ કહ્યું કે મારી સરકારે વચેટીયાઓનું રાજ હતુ તે દુર કર્યું છે. મોદીએ કહ્યું મે વચેટીયાઓનું રાજ દુર કર્યું તેથી તે લોકો હવે મારી વિરુદ્ધ હોબાળા કરી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છુ કે તમે 60 વર્ષ સુધી ખુબ મોજ કરી પરંતુ હવે તમારા દિવસો પુરા થઇ ચુક્યા છે. વડાપ્રધાને કહ્યું કે મારૂ સપનું 2022 સુધીમાં દેશનાં દરેક નાગરિક માટે આવાસ આપવાનું છે. દરેક વ્યક્તિ પાસે ધર હોવું જોઇએ. તેનાં માટે મારે સરકારી ખજાનાને તળીયા ઝાટક કરવો પડે તો પણ હું કરીશ.
પૂર્વોત્તરનાં લોકોને આકર્ષિત કરતા મોદીએ કહ્યું કે એનડીએ સરકારે પુર્વોત્તરમાં રેલ્વેનાં વિકાસ માટે અત્યાર સુધીની સૌથી મોટી રકમનું રોકાણ કર્યુ છે. મોદીએ કહ્યું કે આસામમાં 12000 કિલોમીટર રસ્તાનાં વિકાસ માટેનાં કામ ચાલી રહ્યા છે. માત્ર રંગપાડા વિસ્તારમાં જ 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો છે.

You might also like