અમે કાનૂનમાંથી બેકારના 1 હજાર નિયમો હટાવ્યા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે વિજ્ઞાન ભુવન પહોંચ્યા અને અહીં ભારતમાં આર્બિટ્રેશન અને એનફોર્સમેન્ટને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય પહેલ પર થઇ રહેલી ગ્લોબલ કોન્ફરન્સમાં ભાગ લીધો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ડીજીટલ ક્રાંતિ પર પ્રયોગ કરી રહ્યું છે અને આ ભારતીય સમાજમાં ડીજીટલ અને આર્થિક અંતર પુરવાનું કામ કરશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઇ કોર્ટ મિશન હેઠળ કેટલાક પગલા ભરવામાં આવ્યા છે અને આશરે 1000 જેટલા બેકાર નિયમોને કાનૂનમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટમાં ઘણા મોટા સંશોધન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કામકાજમાં ઝડપ અને સરળતા લાવવા માટે સારા આર્બિસ્ટ્રેશનની જરૂર છે. નવા આર્બિટ્રેશનની જરૂરિયાત છે. નવા આર્બિટ્રેશન હેઠળ કામકાજ સરળ થઇ ગયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાનૂન સ્થિર હોવો જોઇએ. સાથે સાથે એમને આશા વ્યક્ત કરી કે ભારતને ગ્લોબલ આર્બિટ્રેશન હબ તરીકે સ્થાપિત કરવામાં આવશે.

You might also like